તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

944 વર્ષ પૂર્વ શક્તિમાતા-રાજા હરપાળદેવે રક્ષા માટે પાટડીના ટોડલે તોરણ બાધ્યું હતંુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ ઇ.સ. 1090 ની ચૈત્ર વદ તેરસે પાટડીના ટોડલે બાધ્યું હતુ અને દિ’’ ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામેં બાધ્યું હતું. આથી પાટડીના 944માં ‘’સ્થાપના દિવસે’’ ધામધૂમ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી.

શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતી. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતાં. સુવર્ણકાળમાં વિ.સં. 1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા)વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું. પાટડીમાં બનેલા એક પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયુ એટલે તેઓ ત્યાંથી ચાલી નિકળ્યા અને વિ.સં. 1171 ચૈત્ર વદ 13 ના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતાં. ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13 ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હાથમાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે. આજે એ બન્ને જગ્યાએ શક્તિમાતાનું ભવ્ય મંદિર ઊભું છે. પાટડી એ શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી અને ધામા એ શક્તિમાતાનું સમાધિસ્થળ છે. પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતુ એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઉભા છે. આજે પાટડીના સ્થાપના દિવસ એટલે કે પાટડીના 944માં બર્થ ડે ની રંગેચંગે અને ધામધૂમ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. ઝાલા ક્ષત્રિય સમાજને આવકારવા આગેવાનો અને યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ સાથે આગોતરૂ આયોજન પણ કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...