તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં 26મીએ 9 કેન્દ્રમાં ગુજકેટની પરીક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઈ ગયા બાદ એન્જીનીયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરવા માગતા છાત્રો માટે અગત્યની ગણાતી ગુજકેટ પરીક્ષા આગામી ૨૬મી નાં રોજ યોજાઈ રહી છે ત્યારે મોરબીમાં પણ ૯ કેન્દ્રમાં આ પરીક્ષા યોજાશે.જેમાં ૨૨૦૬ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ છાત્રો પણ પરીક્ષા આપવા સજ્જ થઇ ગયા છે.

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહના છાત્રો કે જે ભવિષ્યમાં એન્જીનીયરીંગ ક્ષેત્રમાં જવા માગતા હોય તેવા છાત્રો માટે અગત્યની માનવામાં આવતી ગુજકેટની પરીક્ષા આગામી ૨૬મી નાં રોજ યોજાશે.મોરબીના ૯ પરીક્ષા કેન્દ્રમાં સવારે ૯:૩૦ વાગ્યે છાત્રોને પરીક્ષા કેંદ્રમાં પ્રવેશ આપશે.આ વર્ષે મોરબીના કુલ ૨૨૦૬ છાત્રો આ પરીક્ષા આપી રહ્યા છે.

દરેક પરીક્ષા કેંદ્રમાં માટે સ્ટાફની ફાળવણી કરી દેવાઈ છે તો શહેરની બોયઝ હાઈસ્કૂલ ખાતે ઝોન કચેરી શરુ કરશે. આ ઉપરાંત છાત્રોને પરીક્ષા કેન્દ્ર કે અન્ય મુશ્કેલીના નિવારણ માટે તા ૨૫મી ના રોજ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે છાત્રો કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના પરીક્ષા આપી શકે તે માટે તમામ કાર્યવાહી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તેમ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વ્રારા જણાવાયું છે. બીજી તરફ છાત્રો પણ પરીક્ષામાં સારા માર્ક્સ માટે તૈયારીઓ કરી રહ્યા છે.પરીક્ષા દરમિયાન ગેરરીતી ન થાય તે માટે તમામ કેન્દ્રના સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.

સ્પર્ધાત્મક યુગમાં કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ પણ આકરી મહેનત કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...