તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદનાં 85 હજાર બાળકોને પોલિયોની રસી પીવડાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આગામી 19 જાન્યૂઆરીએ રવિવારે પોલીયો રસીકરણ દિવસ ઉજવનાર છે.

જે અન્વયે બોટાદ જિલ્લાને પોલિયો મુક્ત બનાવવાના સંકલ્પ સાથે બોટાદ જિલ્લાના 0 થી 5 વર્ષના 85 ,359 બાળકોને પોલિયોની રસી પીવડાવવા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે એટલે કે 19જાન્યુઆરી ના 362 બૂથ પર પર 1,430 આરોગ્ય કર્મચારી સુપરવાઇઝર અને સ્વયંસેવકો દ્વારા કામગીરી કરવામાં આવશે. જ્યારે રસીકરણના બીજા અને ત્રીજા એટલે કે 20 - 21 જાન્યુઆરીના કર્મચારીઓની ટીમ બનાવી 1,34, 707 ઘરોની મુલાકાત લઇ બાકી બાળકોને રસીકરણ કરવામાં આવશે. એક પણ બાળક પોલીઓની રસી થી વંચિત ન રહે તે રીતે કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ કે તાવિયાડ તાવિયાડ કે તાવિયાડ તાવિયાડ જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો એ.એલ .વર્મા. જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને પોલિયોની રસી ના ના બે ટીપા ટીપા પીવડાવવા વાલીઓને અપીલ કરવામાં આવે છે. દેશમાંથી પોલિયોને દૂર કરવા માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો