મોરબીના 162 ગામનો 8472 હેક્ટર પાક ધોવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા વધુ મહેરબાન થયા હોય તેમ લાગી રહ્યું છે.નવરાત્રી પર્વ આવી પહોચ્યો હોવા છતાં હજુ પણ વરસાદ થતા લીલો દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ વરસાદને પગલે જિલ્લાના તમામ જળાશય ભરપુર થઇ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી તરફ ખેતરમાં વધુ પડતું પાણી ભરાઈ રહેવાને કારણે ઉભો પાક બળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઓગસ્ટમાસમાં પડેલા ભારે વરસાદને પગલે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે ખાના ખરાબી સર્જાઈ હતી ખાસ કરીને મોરબી તાલુકામાં ભારે અસર પહોચી છે. ટંકારામાં થયેલા ભારે વરસાદથી ડેમી નદીમાં છોડવામાં આવેલા પાણી તેમજ મોરબી તાલુકાના આમરણ ચોવીસી પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે વધુ નુકસાન થયું છે. ભારે વરસાદ બાદ રાજ્ય સરકારના આદેશને પગલે મોરબી જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં જિલ્લા ખેતીવાડી અધીકારી અને તેમની ટીમ દ્વારા નુકશાની સર્વે અંગે કામગીરી ચાલુ વર્ષે મોરબી જીલ્લા,અ 2,50,678 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેમાંથી 56,648 હેક્ટર વિસ્તાર ભારે વરસાદને પગલે અસર પહોચી હતી જેમાંથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ 33 ટકાથી વધુ નુકશાન સહાય પાત્ર બને છે. અને તે આંકડા મુજબ મોરબી જિલ્લાના 162 અસરગ્રસ્ત ગામમાથી 8940 ખેડૂતોની 8472 હેક્ટર જમીનમાં પાક ધોવાણ થયું છે અને તેમાંથી રૂ.8.95 કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ છે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે જેથી આ આકડો હજુ પણ વધે તેવી પૂરે પૂરી શક્યતા સેવાઈ રહી છે.

મોરબી જિલ્લામાં તાલુકા વાર પાક નુકસાન અંગે વિગત
તાલુકો વાવેતર સર્વે વિસ્તાર 33 % વધુ નુકશાન(હે.) ખેડૂત નુકશાન રકમ (લાખમાં)

માળિયા 43,520 2195 1368 6300 રૂ. 93.02

મોરબી 59,330 10500 5735 13310 રૂ. 644.24

વાંકાનેર 54,872 3700 248 11,800 રૂ. 25.97

ટંકારા 40,090 5278 101 265 રૂ.10.95

હળવદ 52,861 4650 1020 5948 રૂ 121.62

કુલ 2,50,678 28,323 8472 37,648 રૂ 895.82

સરવેની કામગીરી ચાલુ છે નુકસાનીની રકમ વધશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ પાક ધોવાણ અંગે નુકશાની માટે અમે ૧૦ ટીમ બનાવી છે જે એક મહિનાથી અલગ અલગ તાલુકામાં સર્વે કરી રહી છે જોકે સતત વરસાદ રહેવાને કારણે તેમજ ખેતરમાં પાણી ભરાવાના કારણે કામગીરી ધીમી ચાલી રહી છે જોકે મોટા ભાગની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને ચાલુ સપ્તાહમાં વાતાવરણ યોગ્ય રહેશે તો તે પણ પૂર્ણ થઈ જશે. ડી.બી.ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી

કોટડાસાંગાણી પંથકમાં સતત પડી રહેલા વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન ખેડૂતો ચિંતામાં મુકાયા
કોટડાસાંગાણી પંથકમા સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતીના પાકને વધુ પડતા પાણીથી નુકશાન થવા લાગતા ખેડુતોમા ભારે ચીંતાનો માહોલ છવાયો છે. કોટડાસાંગાણી તાલુકા ચોમાસાની શરુઆતમાં સારા વરસાદની આસમા ખેડુતોએ કપાસ મગફળી સહીતના પાકોનુ વાવેતર કર્યુ હતુ. વધુ પડતા પાણીના કારણે પાકના મુળ સળી જવા તેમજ કપાસના ફુલ ખરી જવા અને મગફળી જમીનમાજ ઉગવા લાગી છે અને પીળી પડી જવાથી મગફળીનો પાલો પણ ખેડુતને પશુઓને નીરણ તરીકે ઉપયોગ પણ ન લઈ શકે તેવી પરીસ્થિતી નુ નિર્માણ થવા લાગ્યુ છે. એક તરફ ગત વર્ષે નહીવત વરસાદ અને પાકના ન મળેલ પોષણક્ષમ ભાવને કારણે તાલુકાના અનેક ખેડુતો દેવામાથી હજુ ઉંચા નથી આવ્યા અને આ વર્ષે વરસાદ ખેંચાવાથી એક વખત ફેઈલ ગયેલા બીયારણ ફરીથી વાવેતર કર્યા તેના ખર્ચાઓના કારણે પણ ખેડુતોની આર્થીક સ્થિતિમા નોંધપાત્ર ડામ આવેલ ત્યારે સતત છેલ્લા બે ત્રણ વર્ષથી ઓછા વરસાદથી ખેતીમાં ખેડુતને આ વર્ષે સતત વરસી રહેલા વરસાના કારણે ખેતીમા ઉભેલા પાકને વધુ પાણી લાગી જવાથી ભારોભાર નુકસાન થતા હાલ ખેડુતોની સ્થિતી પડ્યા પાટુ લાગ્યા જેવી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...