તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 શાળા, 2 કોલેજ, યાર્ડ છતાં રૂટમાંથી ડોળાસાનું સ્ટોપ રદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઘણાં સમયથી કેશોદ ડેપો દ્વારા ચલાવાતી મેટ્રોલીંક બસ જામજોઘપુર - ઊના રૂટમાંથી ડોળાસા, પ્રાંચી, ગડુ સ્ટોપ રદ્ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ ત્રણેય સ્ટોપ એવા છે કે જ્યાં હંમેશા ટ્રાફિક મળતો રહે છે. તેમાં ડોળાસા ગામ કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકાનાં 40 ગામડાઓનુ મથક ગણવામાં આવતા સરકાર દ્વારા ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર પણ ફાળવતા 355 લાખનાં ખર્ચે તેમનું નિર્માણ કાર્ય પણ શરૂ છે. આ સમયે એસટી વિભાગ દ્વારા જામજોઘપુર-ઊના મેટ્રોલીંક બસનાં રૂટમાં ડોળાસા ગામની સુવિધા છીનવી લેતા લોકોમાં રોષની લાગણી જન્મી છે. ડોળાસામાં હાલ 500 જેટલા ધંધાર્થીઓ છે, માર્કેટીંગ યાર્ડ છે, 8 શાળાઓ અને 2 કોલેજો પણ છે. જેને પરિણામે બસમાં સતત ટ્રાફિક રહે છે. નવાઇની વાત એ છે કે આ રૂટ સિવાય તમામ રૂટોમાં ડોળાસા ગામે સ્ટોપ છે જ પણ કેશોદ ડેપોનાં મનધડત નિર્ણયથી લોકોમાં રોષ ફેલાયો છે. ટુંકસમયમાં જામજોઘપુર-ઊના મેટ્રોલીંક બસનાં રૂટમાં સ્ટોપ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી સંગઠન દ્વારા આંદોલન કરવાની ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો