તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલેટાની મિલમાં સંગ્રહિત 7.86 લાખની રેતી ઝડપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપલેટાના હાડફોડી ગામે આવેલી મધુરમ ઓઈલમીલમા ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડતા અહીં ગેરકાયદેસર સંગ્રહ કરેલો 7.86 લાખનો રેતી નો જથ્થો મળી આવ્યો હતો આ અંગે સમાધાન બાદ પણ રૂ 11.08 લાખ દંડની રકમ ન ભરતા મીલ માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટના ખનીજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સંજય કુમાર બારીયા દ્વારા આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના ઈસરા ગામમાં રહેતા અને હાડફોડી ગામે આવેલી મધુરમ ઓઇલ મિલના માલિક નરેશ ઉકાભાઇ લકકડનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા 3/7/2019 ના રોજ નાયબ કલેકટર ધોરાજી મામલતદાર ઉપલેટા દ્વારા હાડફોડી માં તપાસ દરમિયાન મધુરમ ઓઇલ મિલ મા સાદી રેતીનો જથ્થો બિનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ છે તેવું જણાવેલ, જેથી તપાસ કરવામાં આવેલ હતી, જેમાં આ રેતી જમીનના માલિક નરેશભાઈ ઉકાભાઇ લકકડ ને પૂછતાં જથ્થો તેમની માલિકીનો છે જે સ્વીકારેલ છે. ગુનાહિત કૃત્યની ગુજરાત મિનરલ્સના નિયમ 3 નો ભંગ થઇ રહ્યો હોય કસુર બદલ 3276 ટન બિન અધિકૃત સંગ્રહ બદલ ખનીજ કિંમત રૂપિયા 240 પ્રતિ ટન લેખે રૂ 786240 ખનીજ કિંમત વસૂલવા પાત્ર થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો