1.5 લાખ ગપ્પી માછલી મૂકવા છતાં 15 દિવસમાં 76 સાદા મલેરિયાના કેસ

Wadhwan News - 76 plain malaria cases in 15 days despite laying 15 lakh guppy fish 075010

DivyaBhaskar News Network

Sep 09, 2019, 07:50 AM IST
ઝાલાવાડમાં મેલેરીયા સામે રક્ષણ મેળવવા માટે ગપ્પી માઝલીઓનો ઉછેર કેન્દ્ર વઢવાણ શહેર બન્યુ છે. પરંતુ વઢવાણ શહેરમાં ભારે વરસાદ બાદ મેલેરીયાએ માજા મૂકી છે. જેમાં ગપ્પી માછલીઓનં ઉછેર કેન્દ્ર સતવારાપરા, માધાવાવ, લાખુવાવ, ગંગાવાવની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસમાં 76 સાદા મેલેરિયાના કેસોથી શહેરીજનો પરેશાન બન્યા છે.

જિલ્લામાં વરસાદી માહોલ તેમજ મેલેરીયા કેસોને ધ્યાને લઇને આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. ત્યારે વઢવાણ પંથકના વિવિધ સ્થળોએ 1.5 લાખ જેટલી માછલીઓને મૂકવામાં આવી હતી. ત્યારે સતવારાપરા, માધાવાવ, લખુવાવ, ગંગાવવાની આસપાસના વિસ્તારોમાં પણ સાદા મેલેરીયાના કેસોથી શહેરીજનો પરેશાન બન્યા છે. આ અંગે એસ.કે.જોષી, વિક્રમસિંહ, રાજભા વગેરે જણાવ્યું કે, વઢવાણ નગરપાલિકાએ જિલ્લામાં મેલેરીયાના રક્ષણ માટે પોરાભક્ષક ગપ્પી માછલીઓો ઉછેરને બદલે મેલેરીયાના કેસો ન થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઇએ. આ અંગે વઢવાણ સરકારી હોસ્પિટલના ડો. મનોજભાઈ પટેલે જણાવ્યુ કે, અમારી સરકારી હોસ્પિટલમાં દરરોજ 500 ઓપીડી આવે છે. જેમાં શરદી,ઉધરસ, તાવના કેસો વધુ હોય છે.જયારે છેલ્લા 15 દિવસમાં સાદા મેલેરીયાના 76 કેસો જોવા મળ્યા છે.

વઢવાણના વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી અને સરકારી હોસ્પિટલે સારવાર માટે દર્દીઓ લાઇનો.

X
Wadhwan News - 76 plain malaria cases in 15 days despite laying 15 lakh guppy fish 075010

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી