તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીનાં 71 વર્ષ પછી અગરિયાનાં ઝૂંપડાં ઝળહળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગરિયા પરિવારોનાં ઝુંપડાંમાં આઝાદીનાં 71 વર્ષ પછી અજવાળાં પથરાશે. અત્યાર સુધી અભયારણ્ય વિભાગની આડોડાઈને કારણે આ યોજના અટકી પડી હતી, પરંતુ હાલમાં જ પીજીવીસીએલ કંપનીએ સોલાર પૅનલ સિસ્ટમ થકી વીજળી પૂરી પાડવાની યોજનાને લીલી ઝંડી આપી છે. ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરાશે. આ સોલાર સિસ્ટમ એવી રીતે તૈયાર કરાશે કે મીઠું પકવવાની સિઝન પૂરી થશે ત્યારે અગરિયા પરિવારો સોલાર પૅનલ પણ વતનમાં લઈ જઈ શકશે.

રણકાંઠાનાં ગામડાંના અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષે સપ્ટેમ્બરથી એપ્રિલ સુધીના 8 મહિના રણમાં મીઠું પકવવતા હોય છે, પરંતુ વર્ષ 1872થી અગરિયા પરિવારો રસ્તા, પાણી અને વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

અગાઉ જીઇબીએ વીજળી માટે સરવે કર્યો હતો પરંતુ અભયારણ્ય વિભાગની આડોડાઈના કારણે યોજના શરૂ થઈ શકી નહોતી. રણના 4954 ચો.કિ.મી. વિસ્તારને વર્ષ 1973માં ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત કરાયો હતો. આથી રણના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પણ સરકારી કામ શરૂ કરવું હોય તો પ્રથમ અભયારણ્ય વિભાગની મંજૂરી લેવી પડે છે. આજથી કેટલાક સમય અગાઉ પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન નાખવાની યોજનાને મંજૂરી ન મળતાં અંદાજે રૂ. 1.25 કરોડની પાઇપલાઇન સડી ગઈ હતી.

પોઝિટિવ
રણમાં સોલાર પૅનલ સિસ્ટમ લગાવવાની પીજીવીસીએલ કંપનીની યોજના : ટૂંક સમયમાં જાહેરાત કરાશે

સોલાર પૅનલ સિસ્ટમ શરૂ થશે ત્યાર પછી અગરિયા પરિવારોને સિઝનના 8 મહિના સુધી રણમાં અંધારામાં રહેવું નહીં પડે.

અગરિયાઓ સોલાર પૅનલથી જ મીઠું પકવે છે
હાલમાં 70%થી વધુ અગરિયા પરિવારો દિવસે સોલાર પૅનલથી અને રાત્રે ક્રૂડ ઓઇલથી એન્જિન ચાલુ કરી મીઠું પકવે છે પરંતુ સોલાર પૅનલથી અગરિયાઓનાં ઝુંપડાંની લાઇટો કે ટીવી ચાલુ થઈ શકતાં નથી. આથી પીજીવીસીએલએ અગરિયા પરિવારોને સોલાર પૅનલ સિસ્ટમ આપવાથી તેઓ રણમાં લાઇટ, પંખા, ટીવીની સુવિધાઓ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો