તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારનાં છાછરમાં 7 વર્ષની બાળા પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાલાલાના એક દંપત્તિને 3 પુત્રી અને 1 પુત્ર છે. જેમાં મોટી 17 વર્ષીય પુત્રીની સગાઇ 3 માસ પહેલાં કોડીનાર તાલુકાના છાછર ગામે થઇ હતી. મોટી પુત્રીની નણંદની સગાઇ હોવાથી આખો પરિવાર છાછર ગયો હતો. અને બાદમાં મોટી પુત્રી અને સૌથી નાની 7 વર્ષની પુત્રી છાછર રોકાયા હતા. જ્યારે બાકીના સભ્યો તાલાલા પરત આવી ગયા હતા. દરમ્યાન ગત તા. 8 માર્ચે બપોરના અરસામાં મોટી પુત્રીના કાકાજી સસરાએ 7 વર્ષની બાળા પર નજર બગાડી હતી. તે પોતાને ઘેર લઇ ગયો હતો. જ્યાં તેણે બાળા પર દુષ્કર્મ કરી બાદમાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. બનાવ અંગે બાળાએ રડતાં રડતાં મોટી બહેનને વાત કરતાં મોટી બહેને તત્કાળ પોતાની માતાને ફોન કરતાં તે તાલાલાથી છાછર આવી પહોંચી હતી. અને પોતાના વેવાઇને ત્યાં જતાં ભોગ બનનાર બાળા રડવા લાગી હતી. સાથે તેણે મોટી બહેનના કાકાજી સસરા સામે આંગળી ચીંધી તેનું ઘર પણ બતાવ્યું હતું. સાથે પોતાને ગુપ્તભાગે અને પાછળના ભાગે દુ:ખાવો થતો હોવાનું કહેતાં તેની માતા આરોપીને ઘેર ગઇ હતી. અને તેણે ઠપકો આપ્યો હતો. બાદમાં નાની પુત્રીને લઇને તાલાલા પરત આવી પતિને વાત કરી સરકારી દવાખાને સારવાર માટે ખસેડી હતી. જ્યાં તેની કેફિયતના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો હતો. બનાવને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 2 દિવસના રીમાન્ડ પર સોંપ્યો છે. આ ઘટનાને પગલે લોકોમાં ફિટકારની લાગણી વ્યાપી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો