તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ પંથકનાં નોંજણવાવ ગામમાં આધેડ પર 7 શખ્સોનો ખુની હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશાેદ પંથકના નાેંજણવાવ ગામે રહેતા પાંચાભાઇ રાજાભાઇ ચુડાસમા (ઉ. વ. 47) પર 7 શખ્સોએ પાઇપ, લાકડી જેવા હથિયારોથી ખુની હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલ અને પ્રથમ કેશોદ, ત્યાંથી જૂનાગઢ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. હુમલાનાે ભાેગ બનનારના ભત્રીજા સુભાષભાઇ સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, મારા કાકા વાડીએથી માલ ઢાેર લઇને આવતા હતા ત્યારે આ શખ્સોએ અહીંયાથી માલ ઢાેર કેમ ચલાવાે છાે આથી આ જાહેર રસ્તાે છે એવું કહેતા આ શખ્સોએ બોલાચાલી કરી ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને સામા મેણંદભાઇ ચુડાસમા, દર્શન સામા ચુડાસમા, હાર્દીક પેથા, સામાના પત્ની, પેથાના પત્ની, થુંબાળાના પેથા મેણંદનો જમાઇ તેમજ નાેંજણવાવનાં દરબાર ધનુ કાળા દયાતર સહિતના શખ્સો પાંચાભાઇ પર લાેખંડના પાઇપ, લાકડી જેવા હથિયારોથી તુટી પડી માર મારતા લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યા હતા. આ શખ્સો બેભાન હાલતમાં મારા કાકાને મુકી નાસી ગયા હતા. બાદમાં 108 દ્વારા પાંચાભાઇને પ્રથમ કેશોદ, ત્યાંથી જૂનાગઢ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે સાતેય શખ્સો વિરૂદ્ઘ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો