Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેજળકાના ખેતરમાંથી 4 લાખની મતા સાથે 7 જુગારી ઝબ્બે, 4 ભાગી છૂટ્યા
ચુડા તાલુકાના વેજળકા ગામના ખેતરમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ સેલ ટીમે દરોડો પાડતા 7 શખ્સોને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પરંતુ 4 જુગારીયા તકનો લાભ લઈ નાસી છૂટયા હતા.
ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલને બાતમી મળી હતી હતી કે રાણપુરનો રામ ઉર્ફે હામા ભરવાડ અને બોટાદનો નિલેશ ભરવાડ બહારથી ખેલીઓ બોલાવી જુદી જુદી જગ્યાએ જુગારધામ ચલાવી રહ્યા છે. સ્ટેટ મોનેટરીંગ સેલના કર્મચારીઓએ બાતમીની હકીકત તપાસી ખાત્રી કરીને બે ટીમ બનાવી હતી. બે પંચોની સાક્ષીમાં ચુડા તાલુકાના વેજળકા ગામે રેલવે ટ્રેક પાસેના ખેતરમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા જુગારધામમાં દરોડો પાડયો હતો. તા.11 જાન્યુઆરીના રોજ બપોરે 5:30 કલાકે કપાસના ખેતરમાં પાથરણું પાથરીને ગુડદીપાસા વડે જુગાર રમતા શખ્સો નજર પડયા હતા. સ્ટેટ મોનેટરીંગ ટીમને જોઈને જુગારીયાઓમાં ભાગમ-ભાગ મચી ગઈ હતી. જેમાં 7 જુગારીને સ્ટેટ મોનેટરીંગ સેલે ઝડપી પાડયા હતા. પરંતુ અમુક જુગારીયા ઝાડી-ઝાખરાનો સહારો લઈ ખેતરાવ રસ્તે ભાગી છૂટયા હતા. પોલીસે કુલ 4,03,740 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.
કોઇ પોલીસ કર્મચારીના પિતાનું ખેતર હોવાની ચર્ચા
 કોઈની ખાનગી સંપત્તિમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાય તો તે સંપત્તિના માલિકનો FIRમાં ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ વેજળકા જુગારધામ ઝડપાયું તે કોનું છે તેનો 7 પેજની FIRમાં ઉલ્લેખ કરાયો નથી. જયારે સ્થાનિકોમાં ખેતરના માલિક કોઈ પોલીસ કર્મીના પિતાનું હોવાનું ચર્ચાય રહ્યું છે. જો કે, ખેતર કોનું તે અંગે પૂછપરછ સહિતની કાર્યવાહી કરાય છે. જે.ડી.મહીડા, પીએસઆઈ. ચુડા
11 સામે ફરિયાદ નોંધાઈ : દેવેન્દ્ર ઉર્ફે દયાળ શામજીભાઈ મકવાણા-બોટાદ, રાજેશ દેવજીભાઈ વાઘેલા-ચુડા, નજીર ઈસ્માઈલભાઈ માકડ-બોટાદ, આરીફ રહીમભાઈ ભાસ-બોટાદ, મહેબૂબ અબ્દુલભાઈ ભાડુલા-બોટાદ, હરીશ રવજીભાઈ ડાભી-ઢસા, જગદીશ ઉર્ફે કડક સવજીભાઈ પંચાળા-રાણપુર, વિપુલ ઉર્ફે કાળુ રબારી-રાણપુર, વિઠ્ઠલ ઉર્ફે વિઠ્ઠો ભરવાડ-રાણપુર, રામ ઉર્ફે હામા ભરવાડ-રાણપુર, નિલેશ ભરવાડ-રાણપુર તથા તપાસમાં ખુલ્લે તે નામ