જોરાવર ના રાજા ગણેશોત્સવમાં કેમ્પ યોજાયો 60 બોટલ લોહી એકત્ર કરાયું

Wadhwan News - 60 bottles of blood were collected in the camp held at king ganeshotsav of zorawar 075012

DivyaBhaskar News Network

Sep 11, 2019, 07:50 AM IST
સુરેન્દ્રનગરના જોરાવરનગરના 100 વર્ષની પુરા થતા શ્રી ગણેશ યુવા ગૃપ જોરાવરનગર દ્વારા જોરાવર કા રાજા ગણેશોત્સવનું આયોજન કરાયુ છે. 11 દિવસ સુધી ચાલનારા આ ગણેશોત્સવમાં દરરોજ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે.

આ મંડળ દ્વારા સમાજીક જવાબદારીના ભાગ રૂપે તા.6-9-19ના રોજ સરકારી હોસ્પીટલ જોરાવરનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. નાત જાતના વાડા તોડે રક્તદા સૌની જોડેની નેમ સાથે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં સર્વધર્મના લોકો તથા મહિલાઓએ સવિશેષ ઉત્સાહ દર્શાવી રક્તદાન કરતા 60 બોટલ રક્ત એકત્ર કરાઇ હતી.

આ કેમ્પમાં શુભમ લેબોરેટરી ટીમ તથા ડો.માધવ ત્રિવેદીએ સેવા આપી હતી. આ આયોજનને સફળ બનાવવા ચંદ્રેશભાઇ પટેલ, હિતેન્દ્રસીંહ ચાવડા, પથુભા પરમાર, જગુભા સોલંકી, પ્રકાશભાઇ કોરડીયા, જીગ્નેશભાઇ કંસારા સહિત ગણેશ યુવા ગૃપ જોરાવરનગરના સેવા ભાવી યુવાનોએ રક્તદાન અને સેવા આપી હતી.

ગણેશોત્સવમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.

X
Wadhwan News - 60 bottles of blood were collected in the camp held at king ganeshotsav of zorawar 075012
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી