Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
551 ઘર ગાય માટે ગૌગ્રાસની થાળી કાઢશે
કેશાેદ રઘુવંશી ગાૈ મિત્ર મંડળ દ્વારા દરવખતની જેમ આ વખતે પણ સ્થાનીક સાેસાયટી વાસીઓ માટે સામુહીક ધુળેટી રમવાનાે કાર્યક્રમ યાેજવામાં આવ્યાે હતાે. જેમાં માેટી સંખ્યામાં હાજર ભાઇઓ બહેનાેએ ડી જે ના તાલે અબીલ ગલાલ ઉડાળવાની સાથે સાથે મનમુકીને નાચ્યા હતાં.
આસપાસના એપાર્ટમેન્ટ અને ટેર્નામેન્ટમાં રહેતાં લાેકાે દ્વારા દરરાેજ જમ્યા પહેલાં ગાૈગ્રાસ 151 ઘર ગાૈમાતા માટે ભાગ કાઢે છે. જયારે 551 ઘરેથી થાળી બનેે તેવાે જીવદયા પ્રેમીઓની હાજરી વચ્ચે નિર્ધાર કરાયાે હતાે અને પ્લાસ્ટીકના ઝભલાંની જગ્યા કપડાની થેલીનાે ઉપયાેગ કરવા થેલીઓ વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા વિનુંભાઇ કાેટક, હરેશભાઇ કારિયા, વિવેકભાઇ પાેપટ, લાલાભાઇ હીપાેલીનવાળા, પરેશભાઇ વિઠ્ઠલાણી, રાજુભાઇ વિઠ્ઠલાણી દ્વારા સખત જહેમત ઉઠાવવામાં આવી હતી.
_photocaption_સોસાયટીનાં લોકોએ રંગે ઉજવી ધૂળેટી. } પ્રવિણ કરંગીયા*photocaption*