લીલાપુર પાસે ખેતરમાં એરંડાના પાન ખાતા આફરો ચડવાથી 50 ઘેટાનાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાના લીલાપુર-કેસરિયા વચ્ચે આવેલી સીમ જમીનમાં કચ્છમાંથી દુષ્કાળ પાર પાડવા માલધારીઓ આવ્યા હતા. ત્યારે ખેતરમાં એરંડાના પાન ખાતા 50થી વધુ ઘેટાઓને ઝેરી અસર થતાં મોત નીપજ્યાં હતાં. આ બનાવના પગલે તંત્રમાં દોડધામ મચી હતી.

આ વર્ષે ઓછા વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અન્ય જિલ્લાઓના માલધારીઓ પશુઓ સાથે પડાવ નાંખ્યા છે. જ્યારે જિલ્લામાં વધી રહેલી ગરમીના કારણે પશુઓ પેટનો ખાડો પૂરવા ઘાસચારા સાથે સાથે પાણીની પણ જ્યાં ત્યાં ભટકીને શોધ કરી રહ્યાં છે. આવા સમયે લીલાપુર પાસે એક સાથે 50થી વધુ ઘેટાઓના મોત થતા અરેરાટી ફેલાઇ હતી. લખતરથી દશેક કીમી દૂર આવેલા લીલાપુર-કેસરિયા વચ્ચેનાં ખેતરોમાં ઉભા એરંડામાં કચ્છનાં માલધારીઓનાં ઘેટાઓ ચરતા હતા. ત્યારે કેટલાંક ઘેટાને ઝેરી અસર થતાં ટપોટપ પડવા લાગ્યા . આથી આ માલધારીઓ લખતર પશુ ચિકિત્સક પાસે દોડી આવ્યા હતા. પરંતુ આ દરમિયાન માલધારીઓના 50થી વધુ ઘેટાઓના મોત થતા અરેરાટી ફેલાઇ હતી. આ બનાવની જાણ થતા લખતર નાયબ મામલતદાર શંકરલાલ ભૂસડીયા પશુચિકિત્સક સાથે ઘટના સ્થળે ગયા છે. અંગે લખતર પશુચિકિત્સક ડો. બી.બી.પટેલે જણાવ્યું કે આ ઘેટાઓ એરંડાનાં ખેતરમાં ઉતરેલા હતા. અને એરંડાનાં પાન ખાવાથી આફરો ચડ્યો હોવાનાં કારણે મોત નિપજ્યા હોય શકે. જ્યારે માલધારી ભીખાભાઈ જણાવ્યું કે, અમે ચારથી પાંચ લોકો લૌકિક વ્યવહારે કચ્છમાં ગયા હતા. પરિવારનજનોના જે બાળકો હતા તેમણે એરંડાના ખેતરમાં ઘેટા ચરવા મુક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...