ફલકુનદીના પટમાં 10 ઝુંપડામાં આગ લાગતા 50 લોકો નોંધારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના ફલકુનદીના કાંઠે આવેલા ઝુંપડામાં મોડી રાત્રે એકા એક આગ લાગી હતી. જ્યારે પવનને લઈને આસપાસ ઝુંપડાને ઝપટે લઈ લેતા જોત જોતામાં 10 ઝુપડા અને ધરવકરી બળીને ખાખ થઇ ગયા પરિવારજનો બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. આ બનાવની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરાતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી 1 કલાક બાદ આગ કાબુમાં લીધી હતી.

ધ્રાંગધ્રાના ફલકુનદીના પાસે ઝુંપડા બનાવી દેવીપુજક પરિવારો રહે છે ત્યારે ગુરુવારે પોતા ઝુંપડા

અનુસંધાન નંબર 3

ઉનાળા ગરમીને બહાર સુતા હતા તેથી જાન હાની ટળી
પરિવારજનો નોંધારા બન્યા
આગમાં ઝુંપડા અને અમારી ઘરવખરી સહિત સામાન બળી જતા અમે દસ પરીવારજનો નોધારા બની ગયા છીએ. તંત્ર દ્વારા મંદદ કરી અમને સાહાય કરવામાં આવે તેવી માંગણી છે. કંકુબેન, દેવીપુજક

આગે વિકરાળ સ્વરૂપ લીધુ
બહાર સૂતો હતો પ્રકાશ દેખાતા આંખ ખોલી તો ઝુંપડામાં આગ લાગી હતી. કાંઇ વિચારું તે પહેલા આગે અન્ય ઝુંપડાને જપટે લઈ સામાન બળીને ખાખ થતાં અમને નોધારા બનાવી દીધા છે. કુકાભાઇ, દેવીપુજક

ગરમીને લઈ પરિવારજનો ઝુપડાની બહાર સુતા હતા. આગ લાગતાં તાત્કાકલીક ઝુંપડામાં સુતેલા બાળકો સહિતના પરીવારજનોને જગાડી બહાર નીકળી જતા જાનહાની ટળી જતા અને રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...