ધ્રાંગધ્રામાં 20 વેપારી પાસેથી 50 કિલો પ્લાસ્ટિક ઝડપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા એકાએક પ્લાસ્ટીક અંગેનું ચેકિંગ હાથ ધરી દુકાનો પર છાપો માર્યો હતો. જેમાં પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરતા 20 જેટલા વેપારી ઝપટે ચડી જતાં 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને રૂ. 2500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

નગરપાલિકાના ચીફ ઓફીસર નીલમબેન રોયની સુચનાથી સેનીટેશનની ટીમના રજાકભાઈ મકરાણી, વી.ડી.વાઘેલા, મનીષભાઈ, અશરફભાઈ દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે શહેરમાં શાકમાર્કેટ, મેઈન બજાર, ઝાલા રોડ, નવયુગરોડ સહિતના વિસ્તારમાં ચેકીંગ કરાતા 20 જેટલાં વેપારીઓ પાસેથી પ્લાસ્ટીકના ઝબલા, ચાની લારીમાંથી પ્યાલી સહિતનો પ્લાસ્ટિકનો 50 કિલો સામાન જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...