મોરબી જિલ્લાના પાંચ ગામમાં 50 બેટરીની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેક્ટરની બેટરી ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હોવાની ફરિયાદ ઉઠી છે. માત્ર એક જ સપ્તાહમાં ૫ જેટલા ગામમાં ૫૦ જેટલી ટ્રેક્ટરની બેટરી ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ અંગે હજુ પોલીસ ફરિયાદ નોધાવી નથી પોલીસ માત્ર લેખિત અરજી લઇ સમજાવટ કરી રવાના કરી દેતા હોવાનું પણ સામે આવ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીમાં ટ્રેકટરમાંથી બેટરી ચોરી થવાની ઘટનાં સતત વધી રહી છે. મોરબીના પંચાસર થોરાડા,બગથળા માનસર તેમજ માળિયા તાલુકામાં ફગસિયા સહિતના ગામડામાંથી ૫૦ બેટરીની ચોરીની ઘટના સામે આવી છે.

આ અગાઉ પણ થોડા સમય પહેંલા મોરબીના મકનસર ગામમાં પણ ટ્રેકટરની બેટરીની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે આ ચોરીમાં એક જ ગેંગ સંડોવાઈ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જો કે માળીયાના બનાવમાં હજી સુધી પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી.આ અંગે પોલીસ માત્ર લેખિત અરજીઓ જ લઈ સમજાવટ કરી ફરિયાદીઓને ઘરે રવાના કરી દેતા હોવાની રાવ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...