તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રામાં બોલાચાલી મુદ્દે યુવાન પર 5 શખ્સોનો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના સીતાદરવાજા પાસે અગાઉની બોલાચાલીના મનદુ:ખને લઈને 5 શખ્સો રાત્રે હથીયારો અને છરી વડે યુવાન પર હુમલો કરી મારમારી ઈજા કરી હતી. આથી ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે બનાવને લઈને સિટી પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ધ્રાંગધ્રા શહેરના સીતાદરવાજા પાસેના વિસ્તારમાં નીતીનભાઈ મથુરભાઈ પરમાર હતા. ત્યારે અગાઉની બોલાચાલીના મનદુ:ખને લઇને મહેબુબભાઈ મૌવર, સિંકદરભાઈ મૌવર, આસીફભાઈ મૌવર, ફીરોજભાઈ દાઢીવાળા અને રાજાબાબુ છરી ધોકા અને અન્ય હથીયાર સાથે આવી નીતીનભાઈ ઉપર હુમલો કરી મારમારી ઈજા કરી ભાગી ગયા હતા.

આ બનાવના સમાચાર મળતા પીઆઈ ખુમાનસિંહ વાળા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત નીતીનભાઈ પરમારને સારવાર માટે સુરેન્દ્રનગર સારવાર માટે લઇ જવાયા હતા. ધ્રાંગધ્રા સીટી પોલીસે આરોપી સામે રાયોટીંગ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...