તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળસંચયમાં 5 લાખનો ચેક અપાતાં શિક્ષકોમાં રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તરણેતરમાં 23 ફેબ્રુઆરીએ સુજલામ સુફલામ અંતઃગત તળાવો ઊંડા ઉતારવા માટેની યોજનાનું ખાતમુહર્ત કરાયું હતું. જેમાં લોકફાળા પેટે જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા જળસંચયમાં રૂ.5 લાખનો ચેક અર્પણ કરાતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અંદાજે 2 હજાર જેટલા શિક્ષકોમાં નારાજગી ફેલાઇ છે. 22 મીના સરકાર દ્વારા પોતાની પડતર રહેલી માંગણીઓ ન સ્વિકારતા ગાંધીનગર મુકામે સચિવાલયમાં ધરણાં માટે બેઠા હતાં. ત્યાં તેઓની અટકાયત પણ કરાઈ હતી. ત્યારબાદ સમજણ થતા શિક્ષકોએ હડતાલ સમેટીને બીજા દિવસે ફરજ પર હાજર થયા હતા. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રી દીપેન્દ્રભાઈ ધાંધલે જણાવ્યું કે આવો નિર્ણય લેતા પહેલા જિલ્લા કારોબારીને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવો જોઈએ. અને મેં જિલ્લા શિક્ષકોના વોટ્સઅપ ગ્રુપમાં પણ લખીને મૂક્યું છે. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોને પણ ટેલિફોન દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો