પાણશીણામાં મકાન પાસે 5 જુગારીઓ ઝડપાયા

Limbadi News - 5 gamblers caught in the house in the water 064020

DivyaBhaskar News Network

May 24, 2019, 06:40 AM IST
લીંબડી તાલુકાના પાણશીણા ગામે રહેણાંકના મકાન પાસે લાઈટના અંજવાળે ખેલાઈ રહેલા તીનપત્તીના જુગારધામ પર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જેમની પાસે રોકડ અને મોબાઈલ મળીને કુલ રૂ.20,200 નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ, જુગારની બદી સંપૂર્ણ નાબૂદ કરવા પાણશીણા પોલીસે પેટ્રોલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન વણકરવાસમાં જાહેર જગ્યા પર તીનપત્તીનો જુગાર ખેલાઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વણકરવાસમાં દિલીપ લક્ષ્મણભાઈ ચૌહાણના રહેણાંક મકાન પાસે દરોડો કર્યો હતો.જ્યાં જાહેર સ્થળ પર લાઈટના અંજવાળે જુગાર રમતા પાણશીણા દિલીપભાઇ લક્ષ્મણભાઈ ચૌહાણ, બાજરડા ઈકબાલ મામજી સંઘરીયાત, બાજરડા અબ્બાસ અલારખ ટીંબલયા, રળોલના ઈકબાલ અભરામ ટીંબલયા, રળોલના વસ્તા ઉસ્માન સંઘરીયાતે એમ કુલ પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાઈ ગયા હતા. તેમની પાસે રૂ.16,700 રોકડા , 4 મોબાઈલ ફોન કિંમત રૂ.3,500 મળીને કુલ 20,200નો મુદ્દામાલ કબજે કરી પાંચેય જુગારીયાઓ સામે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ રેઈડમાં પાણશીણા પીએસઆઈ ડી.જે.ઝાલા સહિતના જોડાયા હતા.

X
Limbadi News - 5 gamblers caught in the house in the water 064020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી