તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં આદરોડા રોડ પરની 400 ચો.મી. જમીનનો કબજો લેવાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાવળામાં આદરોડા રોડ પરની 400 ચો.મી. જમીનનો કબજો લેવાના મુદ્દે રવિવારે બપોરે પટેલો અને ભરવાડો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી બાદ પટેલોએ ફાયરિંગ કરતાં 2 ભરવાડનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં અને 4ને ઈજા થઈ હતી. ઘટનાને પગલે બગોદરા, ધોળકા, ચાંગોદર સહિત જિલ્લાની પોલીસ અને એસઆરપી જવાનોના કાફલાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ગ્રામજનોમાં ચાલતી ચર્ચા મુજબ 400 ચોમી જમીન ભારત રાઇસ મિલના માલિક અને તેમના ગ્રુપે ખરીદી હતી, પરંતુ 8-10 વર્ષથી જમીનનો કબજો ભરવાડો સોંપતા નહોતા. બાવળાના ભોલાભાઇ ભરવાડ પાસેથી જમીનનો કબજો લેવા અંગે બંને પક્ષે માથાકુટ ચાલતી હતી. રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ જ મુદ્દે ફરીથી બંને જૂથ વચ્ચે મારામારી થતાં 3-4 પટેલોને ઈજા થઈ હતી. આથી તેમના તરફથી રિવોલ્વર જેવા હથિયારમાંથી ગોળીબાર કરાતાં મહેશભાઇ ઉર્ફે ભોલાભાઇ ભરવાડને અને રણજીતભાઇ ભરવાડને ગોળી વાગતાં બંન્નેનાં મૃત્યુ થયાં હતાં. બાવળા પોલીસે એફએસએલની ટીમ બોલાવી ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...