વાંકાનેરમાં ધો.12ની છાત્રાને આપઘાત માટે મજબૂર કરનાર મહિલા સહિત 4 ઝડપાયા

Wankaner News - 4 students including a woman forced to commit suicide for a student of st12 in wakaner 080145

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના વતની અને હાલ દિગ્વિજયનગર, પેડક સોસાયટી વાંકાનેર ખાતે રહેતા રતિલાલ ગોવિંદભાઇ વોરાએ પોતાની પુત્રી સોનલબેનને યેનકેન પ્રકારે શારીરિક, માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરનાર એક મહિલા સહિત ચાર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી .જે અંગે પોલીસે ચારેય આરોપીને ઝડપી લીધા હતા. આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપવાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર નાં પેડક સોસાયટીમાં રહેતા રતિલાલ વોરાની પુત્રી સોનલબેને બે દિવસ પહેલા તેના ઘરમાં અગ્નિ સ્નાન કરી લીધું હતું. બનાવમાં રતિભાઈએ વાંકાનેર પોલીસ મથકમાં ત્રણ યુવાન અને એક મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં આરોપીઓએ બદનામ કરવાની ધાક ધમકી આપી, ગેંગરેપ કરવાની કોશિશ કરી અવાર નવાર પરેશાન કરતા હોવાથી પોતાની પુત્રીએ જાતે શરીર પર કેરોસીન છાંટી જાત જલાવતા શરીર પર સખ્ત રીતે દાઝી ગઈ હતી. પુત્રીને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. રતીલાલની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ ગૌરીબેન કેશુભાઈ ઉભડીયા, રાહુલ રમેશ વોરા, જીતેન્દ્ર અરજણ મકવાણા અને મનોજ આલજીભાઈ પરમાર ઉર્ફે અખીલ પરમારને શોધી કાઢી ચારેયની અટકાયત કરવામાં આવી છે.

X
Wankaner News - 4 students including a woman forced to commit suicide for a student of st12 in wakaner 080145

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી