તાલાલાની બોગસ બાઇક લોનમાં સંડોવાયેલા વધુ 4 આરોપી ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલા પોલીસમાં બોગસ ફાઇનાન્સથી બાઇક વેંચવાનો દાખલ થયેલા ગુનામાં પોલીસે તપાસમાં આગળ વધારતા આજે મોઢેશ્વરી મોર્ટસ ઊનાનાં સંચાલક દિપેન દિપકભાઇ શાહ ઉપરાંત ધર્મેન્દ્ર નટવરલાલ ઝાટકીયા કેતન માયાભાઇ દયાગીયા રહે.ઊના અને કપીલ શરદભાઇ પાઠક રહે.જૂનાગઢવાળાની અટક કરી વધુ પુછપરછ હાથ ધરેલ. આજે ચારેય આરોપીઓને રીમાન્ડની માંગ સાથે તાલાલાનાં ફર્સ્ટકલાસ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતા મેજીસ્ટ્રેટ એમ.કે. મહેતાએ આરોપીઓનાં 17 તારીખ સુધી 3 દિ\\\'નાં રિમાન્ડ મંજુર કરેલ. પોલીસ હજુ કેટલી બાઇકોનો ભેદ ખોલી શકે છે તે તપાસ ઉપર આધાર રહેલ છે.

ઊના મોઢેશ્વરી શો રૂમનાં સંચાલક સહિત ચારને પોલીસે દબોચી લીધા
અન્ય સમાચારો પણ છે...