તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના-ગીરગઢડા પંથકમાં 4 ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના તાલુકા અને ગીરગઢડા પંથકમાં જંગલને અડીને આવેલા ગામોમાં સખત આઠ દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહયાં છે. અને દરરોજ વરસાદ નોંધાતો રહે છે. ત્યારે શુક્રવારે સવારથી જ વરસાદી વાતાવરણ બંધાઇ ગયું હતું અને ઊના અને ગીરગઢડા પંથકમાં બે થી ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો. ત્યારે રાવલ ડેમનાં બે દરવાજા એક ફુટ ખોલવા પડયા હતાં. જયારે મચ્છુન્દ્રી ડેમ વધુ એકવાર છલકાઇ ગયો હતો. તો બીજી તરફ શાહી નદીમાં ઘોડાપુર આવી ગયાં હતાં. ગુરૂવાર રાત્રીથી સતત પડી રહેલા વરસાદે ગીર પંથકની સાથે દરિયાનાં કાંઠાળા વિસ્તારોમાં મન મુકીને વરસાદ પડી જતાં ચો તરફ પાણી-પાણી થઇ ગયું છે અને કિચડ પણ વરસાદી પાણીમાં ધોવાઇ ગયું છે. ગીરગઢડાનાં ધોકડવા ગામે 3 ઇંચ, દેલવાડામાં 4 ઇંચ, નવાબંદરમાં 2 ઇંચ, જરગલીમાં 2 ઇંચ, કેસરીયામાં 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે ઊના શહેરી વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે સનખડામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જોકે સમાચાર લખાઇ રહયા છે. ત્યારે ધીમીધારે વરસાદ પડવાનું ચાલુ જ છે. જેને કારણે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ ગાંગડા અને સમઢીયાળા ગામે પણ દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. ભારે વરસાદને પગલે ધંધા રોજગાર અને વાહન વ્યવહારને પણ તેની અસર થઇ હતી.

માળિયાહાટીનામાં અડધી કલાકમાં એક ઇંચ વરસાદ
માળિયામાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહયો છે. જેમાં શુક્રવારે બપોરનાં દોઢ થી બે વાગ્યા સુધીનાં અડધી કલાકનાં ગાળામાં ગાજવીજ સાથે એક ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો હતો. આમ માળિયાનો કુલ વરસાદ 1114 મીમી નોંધાયો છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો હતો. આમ માળિયાહાટીનામાં શરૂઆતનાં તબક્કે ઓછો વરસાદ હતો પરંતુ ભાદરવા માસની શરૂઆતથી જ પડેલા વરસાદે હાલ માળિયાનાં જળાશયોને ભરી દીધા છે. અને લોકો પણ ધરાઈ ગયા છે. મહેશ કાનાબાર

સનખડા ગામે ટીસી પર વીજળી પડી
સનખડા ગ☻ામે બસ સ્ટેન્ડ પાસે આવેલા પીજીવીસીએલનાં ટીસી પર વીજળી પડતાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જોકે કોઇ મોટી જાનહાની ન થતા ટળી હતી. જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...