Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બનાવવા રૂ.4 કરોડ ફાળવાયા
સિહોરમાં ગૌતમી નદી પર રિવર ફ્રન્ટ બનાવવા માટેના સમાચાર સૌરાષ્ટ્ર સમાચાર અખબારમાં ગત તા.3/2ના રોજ પ્રસિધ્ધ કરાયા હતા. આખરે સિહોર નગરપાલિકાએ આ બાબતની નોંધ લઇ અને નગરપાલિકાના બજેટમાં આ અંગે જોગવાઇ કરવામાં આવી છે. સિહોરમાં ગૌતમી નદીના તટ પર આવો રિવર ફ્રન્ટ બનાવવામાં આવે તો સિહોરની યશકલગીમાં એક ઓર પીંછુ ઉમેરાઇ. અહીંથી સિહોરી માતા, સિહોરના ઐતિહાસિક કિલ્લાનો અદ્દભુત નજારો નિહાળી શકાય છે. સિહોરમાં રવિવારે લોકો પોતાના પરિવાર સાથે કે પોતાને ત્યાં આવેલા મહેમાનને સાથે લઇને રજાનો આંનદ માણી શકે તે માટે રિવર ફ્રન્ટ એક ઉત્તમ સુવિધા બની શકે તેમ છે.
સિહોર પાલિકા દ્વારા તા.12/3ની બજેટ સભામાં 4 કરોડ રિવર ફ્રન્ટ માટે ફાળવવામાં આવેલ. જેનાથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
{ સિહોરમાં ગૌતમી નદીના તટ પર રિવર ફ્રન્ટ બને તો સિહોરની યશકલગીમાં એક ઓર પીંછુ ઉમેરાઇ
રીવર ફ્રન્ટ માટે દરખાસ્ત મોકલી છેે
સિહોર નગરપાલિકાના સને : 2020-21માં બજેટમાં રિવર ફ્રન્ટ માટે 4 કરોડ ફાળવાયા છે. હાલમાં રાજ્ય સરકાર પાસે રિવર ફ્રન્ટ માટે દરખાસ્ત મોકલી આપેલ છે. સરકારમાંથી મંજુરી મળ્યે રિવર ફ્રન્ટની આગળની કાર્યવાહી હાથ ધરાશે.> બી.આર.બરાળ, ચીફ ઓફિસર, સિહોર નગરપાલિકા