તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલંગમાંથી તાંબા-પિતળના ચોરાઉ ભંગાર સાથે 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર| ભાવનગર | 15 એપ્રિલ

અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાંથી નાની-મોટી ચોરીઓના બનાવો અવાર નવાર બનવા પામતા હોય છે. જે માટે પોલીસ તંત્ર દ્વારા ગોઠવાયેલ પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન સોસીયા ગામેથી 4 શખ્સો પાસેથી તાંબા-પિતળનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.

અલંગ મરીન પોલીસ મથકના એ.એસ.આઇ જી.જી.સરવૈયાએ સોસીયા વિસ્તારમાંથી ચોકકસ બાતમી આધારે અરવિંદ ભગત દિહોરા,ભોલા અચ્છેલાલ,નિલેષભગત દિહોરા અને ઇમરાન દાઉદભાઇ અગતરીયા પાસેથી શેકાસ્પદ રીતે બીલ કે આધાર પુરાવા વગરનો તાંબા-પીતળનો જથ્થો કિંમત રૂ.16,500 ની મતા સાથે શંકાસ્પદ જથ્થો ગણી ઉપરોકત ચારેય શખ્સો સામે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અલંગ-સોસીયા વિસ્તારમાં છાશવારે ચોરીના બનાવો બનવા પામે છે. જેમા સ્થાનીકો સાથે પરપ્રા઼તીયો પણ સંડોવાયેલા હોય પોલીસ આ મામલે પેટ્રોલીંગ વધારી આવા તત્વો સામે પણ લાલ આંખ કરે તેવી લોક લાગણી પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...