‘નોકરી પર જઇશ ત્યારે રસ્તામાં તારા પર ગાડી ચડાવવી પડશે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જસદણના જંગવડ ગામે પોલીસ કર્મીને ચાર શખ્સે પગ ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ચારેય આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જસદણ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને જંગવડ ગામે લઘરાભાઈના મકાનમાં મકાનમાં ભાડે રહેતા ભૂપતભાઇ નાગજીભાઈ ડાભી (ઉ.વ.54) એ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમા આરોપી તરીકે જંગવડ રહેતા શૈલેષ ભોળા ધોળકિયા, કિશોર લઘરા ધોળકિયા, વિશાલ લઘરા અને અશોક ઉફ સુડો ગોબર ધોળકિયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી શૈલેષ ઘર પાસે ગાળો બોલતા હોય જેથી મકાન માલિક સમજાવવા ગયા હતા ત્યારે ફરિયાદીએ પણ ત્યાં જઈ ગાળો બોલવાની ના પાડતા શૈલેષ તુ વચમાં દખલગીરી કરતો નહીં નહિતર તુ જસદણ નોકરી પર જઈશ ત્યારે તારા પર ગાડી ચડાવી મારી નાખવો પડશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ગઈકાલે ફરિયાદી સાથે ઝપાઝપી કરી, હાથપગ, ભાંગી નાખવાની ધમકી આપી હતી. આથી પોલીસે ચારેય શખ્સ સામે ગુનો નોંધી આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...