તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘હવે આ દેશી દારૂનો ધંધો બંધ કરાવો તો હું મારા સંતાનોને જીવાડી શકીશ, સારું ભણતર આપી શકીશ’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જેતપુર તાલુકાના પેઢલા ગામે પોલીસની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ દેશી દારૂના હાટડાઓ ધમધમતા હોવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, માટે આ હાટડાઓ તાત્કાલિક બંધ કરાવવા ગ્રામ પંચાયત દ્વારા એએસપીને આવેદનપત્ર આપી માંગણી કરી હતી. સાહેબ મારા ચાર બાળકોના પેટનો ખાડો પુરી શકું તે માટે હું આખો દિવસ કાળી મજુરી કરીને બે પૈસા લઈને ઘરે આવું છું તો મારો ઘરવાળો તે મજૂરીના પૈસા મને મારીકૂટીને દારૂ પીવા લઈ જાય છે હવે આ દારૂનો ધંધો બંધ કરવો તો સંતાનોને હું જીવાડી શકીશ.આ શબ્દો હતા પેઢલા ગામની દારૂથી પીડિત એક માંના જે પોતાનો પતિ દેશી દારૂનો વ્યસની બની ગયો હોવાથી દારૂનું વેચાણ બંધ કરાવાની રજૂઆત કરવા પેઢલા ગ્રામ પંચાયતના મહિલા પ્રતિનિધી મંડળ સાથે એએસપીની કચેરીએ આવી હતી. આ મહિલાઓ દ્વારા એએસપી સાગર બાગમારેને રજુઆત કરી હતી કે, પેઢલા ગામે ઘણા સમયથી દેશી દારૂના હાટડાઓ તાલુકા પોલીસની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. જ્યારે પોલીસ રેઇડ કરવા આવે તે પહેલાં જ બુટલેગરોને માહિતી મળી જતી હોવાથી પોલીસ નીલ રેઇડ બતાવે છે. દારૂ સાથે ઘોડી પાસાનો જુગાર પણ રમાતો હોવાની મહિલાઓએ સરપંચની આગેવાનીમાં રજૂઆત કરી પોલીસ દારૂના હાટડાઓ દસ દિવસમાં બંધ નહિ કરાવે તો મહિલાઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવશે તેવી ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો