તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીર ગાય સ્પર્ધામાં ‘હિરલ’, ‘ગોપી’ વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા શહેરમાં પોરબંદર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ મારુતિ ઈન્ડસ્ટ્રીઝ સામેના મેદાનમાં ઉપલેટા માધવ યુવા ગ્રુપ તથા ઉપલેટા નગરપાલિકાના સહયોગથી તા.૧૩ જાન્યુઆરીને રવિવારના સમગ્ર ગુજરાતના અસલ ગીરગાય તથા ગીર ખુંટની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસલ ગીર ગાયમાં પ્રથમ નંબરે બે વિજેતાઓ રહ્યા હતા.

જેમાં પ્રથમ નંબરે બાબુભાઈ ઓડેદરાની હિરલ તથા દેવાભાઈ કનારાની ગોપી વિજેતા થયા હતા. દ્રિતિય નંબરે નરેશ પાનેરાની તુલસી તથા તૃતિય નંબરે કલ્પેશભાઈ પટેલની મીરા વિજેતા થયા હતા. જ્યારે ગીર ખૂંટમાં પ્રથમ નંબરે રામભાઈ સિસોદિયાનો નંદ વિજેતા થયેલ. દ્વિતીય નંબરે બે વિજેતાઓમાં રામભાઈ સિસોદિયાના અર્જુન તથા માધવ ગૌશાળા-મઘરવાડા ગામનો મેલોગોરો વિજેતા થયેલ, જ્યારે તૃતિય નંબરે નંદકિશોર ગૌશાળા મોળદર ગામનો ક્રિષ્ના વિજેતા થયેલ.

આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ વિજેતાને ૧૧,૦૦૦, દ્વિતીય નંબરને ૭,૦૦૦, તૃતિય નંબરને ૫,૦૦૦નું રોકડ ઈનામ આપવામાં આવેલ હતું. તમામ વિજેતાઓને જળ ક્રાંતિ ના પ્રણેતા અને પ્રમુખ એવા મનસુખભાઈ સુવાગિયા તથા આયોજક માધવ યુવા ગ્રુપ તથા નગરપાલિકા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તા.14ને સોમવારે સમગ્ર ગુજરાતમાંથી કાઠીયાવાડી અને મારવાડી અશ્વ સ્પર્ધાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. રવિવારની સ્પર્ધાને આશરે સાડા પાંચથી છ હજાર જેટલી જનતાએ માણી હતી.

ગીર ગાય સ્પર્ધાની વિજેતા ગાય. તસવીર : રોનક ચોટાઇ

અન્ય સમાચારો પણ છે...