તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘કર્મચારી એટલે કર્મનો આચરણ કરનારો’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના તમામ શિક્ષકો, પ્રોફેસરો અને આચાર્યનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એલકેએમ સેક્રેટરીએ નીચે જઈ રહેલું સરકારી શિક્ષણનું સ્તર ઉપર લઈ જવા આહ્વાન કર્યું હતું.

લીંબડી કેળવણી મંડળ સંચાલિત સર.જે.હાઈસ્કુલ, જી.એસ. વિદ્યાલય, એન.એમ.હાઈસ્કૂલ, ગ્રામ્ય વિસ્તારની શિયાણી, પાણશીણા, બાલ મંદિરથી સખીદા કોલેજ સુધીની 12 શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો, પ્રોફેસરો, આચાર્યોનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં એલ.કે મંડળની શાળામાંથી અન્ય શાળામાં આચાર્ય તરીકે ગયેલા ભાઈ-બહેનો, આગંતુક આચાર્યનો સન્માનિત કરાયા હતા. લીંબડી સખીદા કોલેજને એન.એસ.એસ દ્વારા સેવા-જાગૃતિના કાર્ય કરી રાષ્ટ્રીય કક્ષાએ સન્માન અપાવનાર અને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ મેળવનાર પ્રિન્સીપાલ ડૉ.એસ.જી.પુરોહિત અને પ્રો.કિશોરભાઈ ભેંસાણીયાનું સન્માન કરાયુ હતું.

લીંબડી કેળવણી મંડળના સેક્રેટરી પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું કે 60 વર્ષ પહેલાં 1959માં એલકેએમની અને 1972માં કર્મચારી પરિવારની સ્થાપના કરાઇ હતી. વાલીઓમાં પૈસા લે ત્યાં સારું ભણાવે તેવી માનસિકતા બંધાય છે સરકારી શિક્ષકો વિદ્યાર્થીને ભણાવી સારા પરિણામ આપશે એટલે તેમની સેલ્ફ ફાઈનાન્સ શાળા કે કોલેજનો મોહ છૂટી જશે. કર્મચારી એટલે કર્મનો આચરણ કરનાર કહી શૈક્ષણિક અને સામાજિક જવાબદારી તરફ કટીબદ્ધ બની કર્મયોગી તરીકે સંકલ્પબદ્ધ બનવા જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના મહંત લાલદાસજીબાપુ, ભૂતપૂર્વ નિવૃત્ત કર્મચારી, ડૉ.સી.બી.જાડેજા, વિનોદભાઈ ધ્રુવ, મનુભાઈ જોગરાણા સહિત લીંબડી કેળવણી મંડળના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...