37 દુકાનદારોને વેરાની નોટિસ બાદ 3.50 લાખની આવક થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી ગ્રામપંચાયત છેલ્લા ધણા સમયથી વિવિધ વેરો સમયસર ન આવતો હોવાથી ગ્રામપંચાયતને અનેક આર્થિક મુશ્કેલી ભોગવવી પડતી હતી. મૂળી મુખ્ય બજારમાં આવેલ દુકાન માલિકોએ છેલ્લા ચાર વર્ષથી 42 દુકાનો સાથે શોપીંગ સેન્ટર બનાવાયુ છે.આ 42 પૈકી 37 દુકાનદારોએ આજદિન સુધી કર વેરો ન ભરવામાં આવતા અગાઉ ગ્રામપંચાયત દ્વારા દરેક દુકાનદારને વેરો ભરવા જણાવ્યુ હતુ. પરંતુ તેમ છતા વેરો ન ભરવામાં આવતા ગ્રામપંચાયત દ્વારા 37 દુકાનદારોને નોટીસ પાઠવાઇ હતી. જયારે ચાર દુકાનોને તાળા મરાયા હતા. પરંતુ સ્થાનિકોની સમજાવટ બાદ ફરી ખોલી દેવાઇ હતી અને ગ્રામપંચાયત દ્વારા તાત્કાલિક વેરો ભરવા આદેશ કરાયા બાદ બે દિવસમાં જ 3.50 લાખની આવક ગ્રામપંચાયતને થતા સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે તાલુકાપંચાયતનાં પુર્વ પ્રમુખ અનિરુદ્ધસિંહ પરમારે જણાવ્યું કે અગાઉ તમામ દુકાનદારોને વેરો ભરવા જણાવ્યું હતુ. પરતુ તેમ છતા કોઇ જ દુકાનદારે વેરો ન ભરતા 37 દુકાનના માલિકોને નોટીસ અપાયા બાદ બે દિવસમાં 3.50 લાખની આવક પંચાયતને થઇ છે.

અન્ય સમાચારો પણ છે...