તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડતર માંગણી અંગે 365 મધ્યાહ્્ન યોજનાના કર્મીઓએ આવેદન પાઠવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાયલા તાલુકાના મધ્યાન ભોજનના 119 કેન્દ્રોના 365થી વધુ સંચાલક, રસોયા અને મદદનીશે કામગીરી અને સૃમય આધારીત વેતન આપવાની માંગણી સરકારે ધ્યાને ન લેતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

તેમજ નવા મેનુમાં રહેલ ક્ષતી દુર કરીને વધારાનું અનાજ, તેલ અને પેશગી આપવા માટે સાયલા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ લક્ષ્મણભાઇ ઉતરડીયાના આગેવાની હેઠળ કર્મચારીઓએ રેલી યોજી સુત્રોચ્ચાર સાથે મામલતદાર જે.સી. છત્રોલાને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે સરકારની ગાઇડ લાઇન મુજબ 7.5 મુજબ પેશગી આપવાની જોગવાઇને સરકારે અમલવારી ન કરતા સંચાલકોની હાલત કફોડી બની છે. તેમજ 34 વર્ષથી ચાલતી આ યોજનામાં દરેક સ્ટેજે ખાનગીકરણની પ્રથાનો પણ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે. અને મોંઘવારીના ધોરણે વેતન આપવાની પણ રજૂઆત કરી હતી.

સરકાર દ્વારા 10 માર્ચ સુધીમાં માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહિં કરે તો સંચાલક, રસોયા અને મદદનીશ પોતાના બાળકો સાથે ગમે ત્યારે આત્મવિલોપન કરવાની ચિમકી પણ રજૂઆતને અંતે ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો