વઢવાણથી અંબાજી જવા 300 પગપાળા યાત્રાળુઓ રવાના થયા

Wadhwan News - 300 pedestrians depart from ambadhan to ambaji 075012

DivyaBhaskar News Network

Sep 06, 2019, 07:50 AM IST
વઢવાણ મોતીચોક મુરલીમનોહર મંદિરેથી મંગળવારે સવારે જયઅંબેના નાદ સાથે 300 પદયાત્રીઓ રવાના થયા હતા. જેમાં માતાજીનો રથ વઢવાણ શહેરના મુખ્ય માર્ગો પર નીકળતા મોટી સંખ્યામાં શહેરીજનો સ્વાગત કરી જોડાયા હતા.વઢવાણ શહેરમાંથી દર વર્ષે જય અંબે પગપાળા સંઘ નિકળે છે. આ પરંપરાને સાચવવા માટે શહેરીજનો મુરલી મનોહર મંદિરે ઉમટી પડ્યા હતા. જેમાં માતાજીનો લાખેણો રથ આરતી સાથે પ્રસ્થાન કરાવાતા 300થી વધુ પદયાત્રીઓના સંઘ સાથે રવાના થયો હતો.આ પદયાત્રીઓમાં 100 જેટલા પદયાત્રીઓની ઉમર 80 વર્ષ છે. જ્યારે છેલ્લા એક દાયકાથી અંબાજી જતા મુસ્લીમ બિરાદર સિકંદરભાઇ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પગપાળા સંઘ સાથે વાઘેલા, ખારવા, નાનાકેરાળા, આસપાસના પદયાત્રીકો જોડાયા હતા . વઢવાણ, મોતીચોક અને મુખ્યમાર્ગો પર ઠેરઠેર માતાજીના રથનું સ્વાગત કરી માતાજીના ગરબા ગવાયા હતા. આ સંઘ એક સપ્તાહ સુધી દરરોજ 20થી 25 કિ.મી ચાલીને તા.14 સપ્ટેમ્બરે માં અંબાના દરબારમાં પહોંચીને ધજા ચઢાવશે.

X
Wadhwan News - 300 pedestrians depart from ambadhan to ambaji 075012
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી