તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાળા ગામે ગૌચર પર કબજો જમાવવા નર્સરીમાં આગ ચાંપી, 300 પક્ષીનાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માળિયાનાં વડાળા ગામે ગૌચરની જમીન પર પંચાયતની નર્સરી આવેલ હોય આ જમીન પર પેશકદમી કરવાનાં ઇરાદે અમુક લોકોએ આગ ચાંપી દીધી હતી. જેથી અનેક પક્ષીઓનાં મોત થતાં ગ્રા.પં.નાં સદસ્યે પોલીસમાં અરજી કરી તપાસની માંગ કરી છે.
વડાળા ગામે ગૌચરની જમીન પર નર્સરી બનાવાઈ છે. જેમાં અનેક પક્ષીઓ વસવાટ કરી રહયાં છે. પરંતુ ગુરૂવારે અમુક લોકોએ આ જમીન પર કબજો જમાવવાનાં ઇરાદે આ નર્સરીમાં આગ ચાંપી દીધી હતી. જેથી વૃક્ષો બળી ગયા હતાં. તેમજ 300 થી વધુ પક્ષીઓ પણ બળી ગયા હોવાનું જાણવા મળે છે. આ બનાવથી ગ્રામ પંચાયતનાં સદસ્ય રણજીતભાઇ હમીરભાઇ સીંધવે પોલીસમાં અરજી આપી હતી. અને આગ ચાંપનાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

અમે નર્સરી ગ્રામ પંચાયતને સોંપી દીધી છે

આ અંગે આરએફઓ મકવાણાએ કહયું હતું કે, વર્ષ 2015--16 માં આ નર્સરી અમે ગ્રામ પંચાયતને સોંપી દીધી છે. જેમની દેખરેખ અને જાળવણી કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે.

શું કહે છે વડાળા ગામનાં સરપંચ ?

આ અંગે વડાળાનાં સરપંચ રાવતભાઇએ કહયું હતું કે, આગનાં આ બનાવથી 300થી વધુ પક્ષીઓનાં મોત થયાં છે. જેથી અમે પોલીસમાં અરજી આપી કાર્યવાહીની માંગ કરી છે. અને ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ રજુઆત કરી છે.

_photocaption_આગ ચાંપી દેતા વૃક્ષો અને પક્ષીઓ બળીને ખાક થયા. } મહેશ કાનાબાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો