તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરવલા કેનાલમાં 30 ફૂટનું ગાબડું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જરવલા પાસે ખારાઘોડા શાખા કેનાલમાં 30 ફુટનું ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. રણકાંઠામાં વારંવારના ગાબડાથી કેનાલના નબળા કામની પોલ ઉઘાડી પડી હતી. 160.32 કિ.મી.લાંબી ખારાઘોડા શાખા કેનાલથી રણકાંઠાના 16 ગાંમડાઓના 6202 ખેડૂતોની 13398 સીસીએ હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે. તંત્ર દ્વારા રણકાંઠાના 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચ્યાનો દાવાઓ કરાય છે. એકબાજુ એકધારા ખાબકી રહેલા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજી બાજે કેનાલમાં 30 ફુટના ગાબડાથી ખેડૂતોને પડ્યા પર પાટુ મારવા’’ જેવી હાલત બનવા પામી છે. તસવીર : મનિષ પરિક

અમદાવાદ સોમવાર, 30 સપ્ટેમ્બર, 2019
વઢવાણ ધ્રાંગધ્રા
હળવદ થાનગઢ
160.32
કિમી લાંબી ખારાઘોડા શાખા કેનાલ

16
ગાંમડાઓના ખેડૂતોને લાભ

13398
સીસીએ હેક્ટર જમીનને પિયત પહોંચાડે છે

87
ગામોમાં નર્મદાના નીર પહોંચ્યાનો તંત્રનો દાવાે

ગત વર્ષે 20 ફૂટનું ગાબડું પડ્યું હતું

આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે, ગત વર્ષે પણ જરવલા પાસે 20 ફૂટનું ગાબડું પડ્યું હતુ. અને હાલમાં આ જ કેનાલમાં 30 ફૂટનું બોકારૂં પડતા કેનાલના નબળા કામની પોલ ખુલી છે.

અન્ય સમાચારો પણ છે...