તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં રામચરિત માનસ કથાની પૂર્ણાહૂતિએ 30 બોટલ રક્તદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ 80 ફુટ રોડ પર આવેલા રામજી મંદિર સંઘવી પાર્ક આયોજીત શ્રી રામ ચરિત માનસ કથાનું તા. 1 થી 9 એપ્રિલ સુધી કરવામાં આવ્યુ હતુ. આ કથાની નિમિતે ઝાલાવાડના થેલા સેમીયા રોગથી પીડિત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો સહિતના 30 લોકોએ રકતદાન કર્યુ હતું. રક્તદાન શિબિરમાં ટ્રસ્ટી ભરતભાઈ બાર, બાબુભાઈ કુરિયા, જીવણભાઈ, નરશી કંડિયા, રામજી મંદિર પુજારી, ચંદુભાઈ ચૌહાણ અને ગોપાલભાઈ ડાભી દ્વારા રકતદાતાઓને પુરસ્કાર તરીકે સ્કુલ બેગ તથા ધાર્મિક પુસ્તક અર્પણ કર્યા હતા. આ રક્તદાન શિબિરમાં સામાજિક કાર્યકર સુબોધ જોષી અને ગોવિંદભાઈ ઉપસ્થિત રહ્યા હતાં અને રક્તદાન વિષે રકતદાતાને સમજણ આપી સ્વૈચ્છિક રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા, અને એકત્રિત થયેલી રકત બોટલ સીયુ શાહ મેડિકલ કોલેજની બ્લડ બેન્કમાં જમા કરાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રામજી મંદિર સંઘવી પાર્કના યુવાનોએ કામગીરી કરી હતી.

વઢવાણમાં રામચરિત માનસકથાની પૂર્ણાહુતિએ 30 બોટલ રક્તદાન કરાયુ.

અન્ય સમાચારો પણ છે...