Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભિયાળમાં વીજચોરીનાં કેસમાં 3 વર્ષની કેદ, રૂ.27 લાખનો દંડ
ગીરગઢડાના ભિયાળ ગામની સીમમાં સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ચાલતી પથ્થરની ખાણમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદથી 25 જાન્યુઆરી 2017 માં ચેકીંગ હાથ ધરાયું હતું અને સ્થળ પર હાજર ટીડાભાઈ નામના વ્યક્તિએ આ ખાણ અશોક વજુ ચાવડા ચલાવતો હોવાનું કહ્યું હતું અને રૂ.9,28,118ની પાવરચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું જેથી કોડીનાર પીજીવીસીએલ નાયબ ઈજનેર જશુભાઈ ભીખાભાઈ બારડે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તપાસ બાદ ચાર્જસીટ રજૂ કરાઈ હતી.આ કેસ ઊના કોર્ટમાં ચાલી જતા એસ.એલ ઠક્કરની કોર્ટે ચેકીંગ અધિકારી,ભિયાળના ગ્રામજનો, પોલીસે રજૂ કરેલ પુરાવા,સરકારી વકીલ મોહનભાઈ ગોહેલની દલીલને ધ્યાને લઇ અશોક ચાવડાને 3 વર્ષની સાદી કેદ,રૂ.27,84,354 નો દંડ ફટકાર્યો હતો.અને આ રકમ ભરપાઈ કરવા આ શખ્સે 15 દિવસની મુદત માંગતા તે જામીન પર મુક્ત થયો હતો જો કે આ મુદતમાં રકમ ભરપાઈ નહીં કરે તો જેલમાં જવું પડશે.