તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધેડની હત્યા મામલે 3 શખ્સોને આજીવન કેદ : બે ને 1 માસની સજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીગલ રીપોર્ટર ¿ભાવનગર | 10 જાન્યુઆરી

શિહોર ગામ નજીકના મહાદેવપરા,વાડી વિસ્તારમાં ત્રણેક વર્ષ પુર્વે માતાના મઢની લાઇટ બંધ કરવા જેવી સામાન્ય બાબતે મોડી રાત્રે ઝઘડો કરી ધારીયાવડે હુમલો કરાતા એક વ્યકીતનું મોત નીપજયુ઼ હતુ. જે અંગેનો કેસ શુક્રવારે ભાવનગરની કોર્ટમા઼ ચાલી જતા અદાલતે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને અન્ય બે ને એક માસની સજાનો હુકમ કર્યો હતો.

ગત તા.24/4/2016 ના રોજ ફરિયાદી ઓધાભાઇ ડાયાભાઇ મકવાણાના કુળના ચામુંડા માતાના મઢે જમણવારનુ઼ આયોજન કરેલ.અને રાત્રે જમણવારનું કામ પુરુ થઇ જતા આરોપીઓ ભીખા સવજીભાઇ મકવાણા તથા હીરાભાઇ સવજીભાઇ મકવાણા તેઓના ઘરે જઇ સુઇ ગયેલ.ત્યારબાદ તા.25/6/2016 ના઼ રોજ રાત્રીના 1-30 કલાકે તેમના કુટુંબી કાકા ભીખાભાઇ સવજીભાઇ મકવાણા તથા હીરાભાઇ સવજીભાઇ મકવાણા એ ફરિયાદી ઓધાભાઇના ઘરે જઇ તેઓને જગાડી કહેલ કે તુ માતાજીના મઢની લાઇટો કેમ દરરોજ બંધ કરી દે છે ? મઢ તારા બાપનું છે ? તેમ કહી જેમ ફાવે તેમ બીભત્સ ગાળો દેવા લાગેલ તે વખતે ઓધાભાઇના દીકરા કીશનભાઇ આવી જતા બન્નેને સમજાવીને કાઢી મુકેલ.

બાદમા થોડીવાર પછી ભીખાભાઇ,હીરાભાઇ,ભરતભાઇ સવજીભાઇ મકવાણા,હરેશ ભીખાભાઇ મકવાણા,કીશોર ઉર્ફે કીશન સામંતભાઇ મકવાણા ( રહે. તમામ મહાદેવપરા,વાડી વિસ્તાર) વાળાઓફરિયાદીના ઘરે ગયા હતા.તે વખતે કીશનભાઇ તથા તેના નાનાભાઇ ઘનશ્યામભાઇ અને ફરિયાદીના પત્ની વસંતબેન તેમજ ઘનશ્યામભાઇના પત્ની હ઼સાબેન પણ આવી જતા આ ઝઘડામા વચ્ચે પડતા ઘનશ્યામભાઇ ઉપર .પરોકત શખ્સોએ ધારીયાના ઘા ઝીંકી દેતા તેઓને ગંભીર હાલતે સારવાર્થે ભાવનગર સર ટી.હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયા સારવાર દરમ્યાન તેમનુ઼ મૃત્યુ઼ નીપજયુ઼ હતુ. જેથી આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.જે અંગે મૃતકના ભાઇ ઓધાભાઇએ શીહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

જે અંગેનો કેસ શુક્રવારે ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્શ જજ શુભદાબેન બક્ષીની કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો,પડેલા પુરાવાઓને ધ્યાને લઇ મુખ્ય ત્રણ આરોપીઓ ભરત સવજીભાઇ મકવાણા,હરેશ ભીખાભાઇ મકવાણા અને કીશોર ઉર્ફે કીશન સામ઼તભાઇ મકવાણા ને હત્યાના ગુન્હો સાબીત માની ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.જયારે અન્ય બે આરોપી ભીખાભાઇ અને હીરાભાઇને એક માસની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો