તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોવિજ્ઞાનમાં 3, સંસ્કૃત 2, કેમેસ્ટ્રી, ઇતિહાસનાં પેપરમાં 1-1 કોપી કેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેજ્યુકેશન રીપોર્ટર | જૂનાગઢ

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી સેમેસ્ટર-4ની પરીક્ષામાં એગ્રી કેમેસ્ટ્રી, ઇતિહાસ, મનોવિજ્ઞાન અને સંસ્કૃતના પેપરમાં 7 કોપી કેસ નોંધાયા છે. આ કોપી કેસ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પરથી નોંધાયા છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા અને જૂનાગઢની તમામ કોલેજો આવે છે. આ કોલેજોના પરીક્ષા કેન્દ્રો પર લેવાતી સેમેસ્ટર-4ની પરીક્ષામાં ચોરી અને ગેરરીતીનું દૂષણ ડામવા માટે ઇન્ચાર્જ કુલપતિ ડો.ચેતન ત્રિવેદી દ્વારા સીસીટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે જેને લઇને રોજના કોપી કેસ નોંધાઇ રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા મંગળવારે લેવાનારી સેમેસ્ટર-4ની પરીક્ષામાં કુલ 21409 વિદ્યાર્થી\\\"માંથી 277 ગેરહાજર રહ્યા હતા તેમજ ગીર સોમનાથ જિલ્લામાં એગ્રી કેમેસ્ટ્રીમાં-1, ઇતિહાસમાં-1 કોપી કેસ નોંધાયા હતા તથા જૂનાગઢ જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પર મનોવિજ્ઞાનના પેપરમાં 3 અને સંસ્કૃત પેપરમાં 2 કોપી કેસ નોંધાયા હતા. અત્રે નોંધનીય બની રહેશે કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે અને રોજ કોપી કેસ નોંધાઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...