તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી અને આદલસરના સેવાસેતુમાં 2000 અરજીઓનો નિકાલ કરાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી નગરપાલિકામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, માં કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આવક અને જાતિના દાખલા, સીટી સર્વેની કામગીરી સહિત વિવિધ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુરેખાબેન પટેલ, મુકેશભાઇ દેસાઇ, ડેપ્યુટી કલેક્ટર કે.સી.વલવી, મામલતદાર કે.એસ.પટેલ,ચીફ ઓફિસર સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ સ્થળ પર હાજર રહીં તમામ પ્રશ્નો અને અંદાજે 1100 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા પાટડી નગરપાલિકાના તમામ સ્ટાફે કામગીરી કરી હતી.જ્યારે લખતર તાલુકામાં પાંચમાં તબક્કાનો છઠ્ઠો સેવાસેતુ તા.10-1-2020ના રોજ આદલસર ગામે યોજવામાં આવ્યો હતો. આ સેવાસેતુ આદલસર ક્લસ્ટરના 6 ગામો જેવા કે ઢાંકી, લીલાપુર, ઇંગરોડી, કારેલા, કેસરીયા અને આદલસર ગામનાં લાભાર્થીઓ માટે યોજાયો હતો. જેમાં 902 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમા લખતર મામલતદાર ડો.વી.બી.પટેલ સહિત તાલુકાની કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા આદલસર શાળાનાં આચાર્ય, આદલસર ગામનાં સરપંચ રાજુભાઈ લકુમ સહિતનાંઓએ કામગીરી કરી હતી. લીંબડી સુધરાઈ તંત્ર દ્વારા મામલતદાર મહાવીરસિંહ રાણા, નાયબ મામલતદાર આર.એલ.ચૌહાણ, પાલિકાના સદસ્યો સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં લીંબડી શહેરના વોર્ડ નંબર-1થી 4ના લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો