તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્રોણેશ્વર ગુરૂકુળમાંથી 200 ડમ્પર રેતી સીઝ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરગઢડા તાલુકાનાં દ્રોણેશ્વર ડેમની ચોખ્ખી રેતી ડેમની 2 કિમી ત્રિજીયામાં ફેલાયેલી છે. જેને લીધે ડેમમાં બારેમાસ પીવાના પાણીનો સંગ્રહ રહેતો. પણ આ વિસ્તારમાંથી માટી ખોદવાની પરવાનગી મેળવી સિંચાઇ ડેમની માલિકીમાંથી ગેરકાયદેસર રીતે આશરે 200 ડમ્પર રેતીનો જથ્થો ગુરુકુળની માલિકીની સર્વે નં.18-19ની જમીનમાં સ્ટોક કરાયો હતો. સ્થળ પરથી 1 હિટાચી મશીન અને 5 ડમ્પર પણ મળી આવ્યા હતા. આથી ખાણ ખનીજ વિભાગે આ વાહનો અને રેતીનો જથ્થો સીઝ કરી પંચ રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ખાડા સ્વામી નારાયણ ગુરુકુળના સેવક પરષોત્તમ રામજી વડોદારીયાએ કર્યાનું અને ખનીજનું વહન પણ તેણે કર્યાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ગુરુકુળમાં અંદાજીત 200 ડમ્પર રેતીનો સ્ટોક પણ 3 અલગ અલગ જગ્યાએ કરાયો છે. તેની માપણી કરાઇ છે. અધિકારીઓએ ધટના સ્થળેથી 5 ટ્રક ડમ્પર તથા હિરાચી મશીન જોવા મળતા તેને પણ કબ્જે લઇ સીઝ કર્યા હતા.

ઇંટવાયાની ઘોડાવડી નદીમાંથી રેતી ખોદાઇ
ખાણ ખનીજ વિભાગે આજે વહેલી સવારે પંચો અને સિંચાઇ વિભાગના અધિકારીની હાજરી વચ્ચે ગીરગઢડા તાલુકાનાં ઇંટવાયા ગામની ઘોડાવડી નદીમાં રેતીનું ખોદકામ થયેલ હોઇ તેના ખાડાઓની માપણી સહિતની કામગીરી હાથ ધરાઇ છે. જયેશ ગોંધીયા

તપાસ કરી માહિતી આપીશું : ભૂસ્તર શાસ્ત્રી
મારી બદલી વડોદરા થઇ છે. ગીરસોમનાથ મારા ચાર્જમાં છે. મારી પાસે માહિતી આવી નથી. તપાસ કરીને માહિતી આપીશું. - અનિલ ઉનિયાલ, ભૂસ્તર શાસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...