તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી તાલુકામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન યોજના અંતર્ગત 20

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીંબડી તાલુકામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન યોજના અંતર્ગત 20 ગામોમાં 40 લાખના ખર્ચે તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જનસાળી, ટોકરાળા ગામોમાં પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ જળ સિંચાઈ યોજનાનું મૂર્હુત કર્યું હતું.

લીંબડી તાલુકાના ફુલવાડી, રાણાગઢ, લીયાદ, બળોલ, અંકેવાળીયા, મોટી કઠેચી, ઉમેદપર, રામરાજપર, જાંબુ નટવરગઢ, ઘનશ્યામપર, જાબડી, પાંદરી, દેવપરા, લક્ષ્મીસર, ઘાઘોસર, શિયાણી ગામોમાં સુજલામ્ સુફલામ્ જળ સંચય યોજના હેઠળ 40 લાખના ખર્ચ પી-ટેન્ક તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. લીંબડી તાલુકાના જનસાળી અને ટોકરાળા ગામમાં પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ શ્રીફળ વધેરી જળ સિંચાઈ યોજનાનું મૂર્હુત કર્યું હતું. એક ગામમાં રૂ. 2 લાખ સુધીના ખર્ચે પી ટેન્ક તળાવ ઊંડા કરવાની કામ થશે. જેમાં જેસીબી મશીનને એક ઘન મીટર કામના 30 રૂપિયા ચૂકવાશે. તેમજ તળાવમાંથી નીકળતી ફળદ્રુપ માટી એટલે કાંપને ખેડૂતો ખેતરમાં ભરી શકશે. આ કાર્યક્રમમાં કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ જેબલીયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ હરપાલસિંહ રાણા, જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન દેવજીભાઈ વાઘેલા, લીંબડી તાલુકા કિસાન મોરચા પ્રમુખ પ્રવિણસિંહ ગોહીલ સહિત મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો અને બેને ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો