તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કળમાદની 2 છાત્રાએ 3 હજારના ખર્ચે પંપ સાથે વાવણિયો બનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડ કૃષિ પ્રદેશ હોવાથી ખેડૂતો અને ખેતીમાં કૃષિક્રાંતિ મહત્વનુ છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કળમાદ ગામની બે વિદ્યાર્થીનીઓ રૂ.3000ના ખર્ચે અનોખુ ખેતીનું સાધન બનાવ્યુ છે. જેમાં જંતુનાશક સ્પ્રેપંપ, ખાતર અને બિયારણનો વાવણીયો તરીકે કામ લઇ શકાય છે.

મુળી તાલુકાના કળમાદ ગામની ચૌહાણ પીંકલ જે અને રાઠોડ રાજવીએ ખેડૂતો માટે આશીર્વાદરૂપ અનોખુ ખેતીનુ ઓજાર બનાવ્યુ છે. જે પ્રાથમિક શાળાના હિતેષભાઇ, અશ્વિનભાઇ, શામજીભાઇ થકી ગણિત,વિજ્ઞાન પ્રદર્શનમાં આ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. ધો.8માં અભ્યાસ કરતા પિંકલ અને રાજવીએ જણાવ્યુ કે, આ સાધનથી ડાઇનમાંથી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે બેટરી કે અન્ય બળતણના ઉપયોગ તથા દવાનો છંટકાવ ખાતર અને બિયારણ વાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...