હાઇવે પર ચાલુ વાહને ચોરી કરતા 2 શખ્સો ઇસદ્રા ગામેથી ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોર્ડ અને તાલુકા પોલીસ દ્વારા બાતમીના આધારે ઈસદ્રા સીમમાં દરોડો કર્યો હતો. જ્યાંથી હાઇવે પર ચાલુવાહને ચોરી કરતા બે શખ્સોને જડપી પાડ્યા હતા. આ ઝડપાયેલા શખ્સોએ હાઈવે પર ચાલુ વાહનમાં તાડપત્રી કાપી ગેગના સાથીઓ સાથે મળી ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે 25 લાખના મોબાઇલ અને મુદ્દામલ જપ્ત કર્યો હતો.

ધ્રાંગધ્રા - અમદાવાદ હાઈવે પર અવારનવાર ચાલુ ટ્રકમાંથી ચોરીના બનાવો વધતા ડીવાયએસપી આર. બી.દેવધાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્કવોર્ડ દ્વારા જુદીજુદી ટીમો બનાવી ચોરી કરતી ગેન્ગના લોકોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન બાતમીના આઘારે ઈસદ્રા ગામ પાસે દરોડો કરીને રહીમ રહેમતખાન મલેક અને ઈલીયાસભાઈ યાસીનભાઈ મલેકને ઝડપી પાડ્યા હતા. આ બંન્નેને ધ્રાંગધ્રા લાવી પુછપરછ કરતાં ચાલુ વાહનમાં ચડી તાડપત્રી કાપી સામાનની સાથી મીત્રોની હનીફભાઈ અનવરખાન મલેક, વસીમખાન, હનીફખાન ઉફે કાળોમુન્નો, અલી ડફેર સહિતનાની મદદથી અનેક ચોરીને અજામ આપ્યાની કબુલાત કરતા પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરીના 82 મોબાઇલ કિંમત રૂ.25,80,000નો મુદ્દામાલનો સામાન કબજે કરી અન્ય આરોપીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા સીમમાંથી ઝડપાયેલા 2 શખ્સો.

અન્ય સમાચારો પણ છે...