તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલી નગર પાલીકાનાં પૂર્વ પ્રમુખની હત્યા કેસમાં વધુ 2 શખ્સો ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી પાલિકાના પૂર્વ પ્રમુખ હિતેષભાઇ વડારીયાની જમીનના ડખ્ખામાં હત્યા થઇ હતી. જેમાં ભૂપત નાગજી સહિત 3 સામે ફરીયાદ થઇ હતી. તપાસમાં કુલ 5 નામ ખુલ્યા હતા. જે પૈકીના 3 આરોપી નવઘણ કેશવ, નવઘણ કાળા અને ભરત ઉર્ફે ભટિયો શાંતિભાઇ ચુડાસમાને પોલીસે અગાઉ પકડી પાડ્યા હતા. પરંતુ ગુનાના મુખ્ય 2 આરોપી પોલીસની પકડથી દૂર હોઇ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આઇજી મનીન્દરસીંઘ પવારે બંનેને તાકીદે પકડી પાડવા આદેશ આપ્યો હતો. આથી એસપી સૌરભસીંઘને સુચના આપતાં તેમણે કેશોદ ડીવાયએસપી જે. બી. ગઢવીને તપાસ સોંપી હતી. બંનેને પકડવા ડીવાયએસપીએ એસઓજીના ટેક્નિકલ માર્ગદર્શન હેઠળ બંને આરોપીઓનું મોબાઇલ લોકેશન ટ્રેસ કર્યું હતું. જેના આધારે સ્ટાફના ધરમણભાઇ જીલડિયા, દિનેશભાઇ ખટારિયા, યોગેશભાઇ કેશવાલા, ડ્રાઇવર વરજાંગભાઇ અને લક્ષમણભાઇ સાેલંકીએ વંથલી અને માણાવદર વચ્ચે નવલખી ગામની સીમમાંથી ભૂપત નાગજીને તેના જ ફાર્મ હાઉસમાંથી ઝડપી લીધો હતો. એજ વખતે પોલીસને તેની સાથેનો બીજો આરોપી કમલ મહેશ મેતા પણ મળી આવ્યો હતો. બંનેને પકડી વંથલી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...