લખતર તાલુકાપંચાયતના 2 સદસ્યો ભૂગર્ભમાં

Lakhtar News - 2 members of taluk panchayat underground 065123

DivyaBhaskar News Network

Sep 16, 2019, 06:51 AM IST
લખતર તાલુકાપંચાયતનાં પ્રમુખે પોતાનાં અંગત કારણોસર થોડા દિવસો અગાઉ રાજીનામું ધરી દીધું હતું. ત્યારે છેલ્લા બે દિવસથી બે ,સદસ્યો સંપર્ક વિહોણા બન્યાની ચર્ચાએ જોર પકડયુ છે. ત્યારે હજી પ્રમુખ નિમવા માટેની તારીખ પણ નક્કી થઇ નથી. તેમ છતાં તાલુકા પંચાયતમાં નવા-જૂનીનાં એંધાણ સાથે ભાજપ તાલુકાપંચાયત બનાવવા હવાતિયાં મારતુ હોવાનું હોવાનો ઘાટ સર્જાયો છે.

લખતર તાલુકાપંચાયતમાં તાજેતરમાં કુલ 16 સીટો છે. જેમાં 10 સીટ કોંગ્રેસ અને 6 સીટ ભાજપનાં કબ્જામાં છે. ત્યારે આવા સમયે તાલુકાપંચાયતનાં પ્રમુખ રામતીબેન નૈત્રાએ થોડા દિવસો અગાઉ અંગત કારણોસર પ્રમુખપદેથી રાજીનામુ ધરી દેતા ભાજપ માટે તાલુકાપંચાયત ઉપર સત્તા મેળવવાની તક સર્જાઈ છે. ત્યારે આ તકને ઝડપી પાડવા ભાજપ હવાતિયાં મારતું જોવા મળે છે. કારણે પંચાયતના બે સદસ્યોના છેલ્લા બે દિવસથી ફોન સ્વીચઓફ તેમજ ઘેર હાજર ન હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. તો કોંગ્રેસે પણ પોતાના સદસ્યોને સુરક્ષિત સ્થાને મોકલ્યાં હોવાનું જાણવા મળે છે. આ અંગે લખતર તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શક્તિસિંહે સબ સલામતનો સ્વર ઉચ્ચાર્યા છે.

X
Lakhtar News - 2 members of taluk panchayat underground 065123
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી