તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રકે બાઇકને અડફેટે લેતા 2ના મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 12 જાન્યુઆરી

મહુવા સાવરકુંડલા હાઇવે ઉપર નાના જાદરા પાસે રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રક ચાલકે મોટર સાયકલ અને મેજીક વાહનને અડફેટમાં લેતા મોટર સાયકલ પર સવાર ત્રણ સગા ભાઇઓ પૈકી બેના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. જ્યારે મેજીકમાં બેસેલ મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ થવા પામેલ છે. બનાવ અંગે અાગળની વધુ તપાસ પી.અેસ.આઇ આર.એમ નકવીએ હાથ ધરી છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના જીવણભાઇના દિકરા જયસુખભાઇ, ચેતનભાઇ અને મયુરભાઇ તેનુ મોટર સાયકલનં. GJ-04-DE-1558 લઇને સારદીકા ગામે તેમના પિતાએ વાડીએ ભાગ રાખેલ ત્યા જતા હતા ત્યારે નાના જાદરા ગામે બસ સ્ટેન્ડ પાસેની દુકાનેથી માવો લઇ બાઇક ચાલુ કરી રોડની સાઇડમાં જતા હતા ત્યા જ અચાનક રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રક નં. GJ-02-V-4933ના ચાલકે પ્રથમ મોટર સાયકલ અડફેટમાં લેતા જયસુખભાઇ (ઉ.વ.22) તથા મયુરભાઇ (ઉ.વ.18) ને ગંભીર ઇજા પહોંચતા બનાવ સ્થળે ભેગા થયેલ માણસોએ મયુરભાઇ, જયસુખભાઇ તથા ચેતનભાઇને મહુવા હનુમંત હોસ્પીટલ ખસેડાયા હતા જ્યા જયસુખભાઇ તથા મયુરભાઇને ગંભીર ઇજા થતા તેનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચેતનભાઇને ઇજા થવા પામી હતી. ટ્રક ચાલકે બાઇક અડફેટ લીધા બાદમાં આગળ જઇ રહેલ મેજીક વાનને પણ અડફેટમાં લેતા તેમા બેસેલ મુસાફરોને નાની મોટી ઇજા પહોચાડી ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો. બનાવ અંગે મૃતકના કાકા નરશીભાઇ ચૌહાણએ મહુવા પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માવો ખાઇને નીકળ્યા ત્યાં કાળ આંબી ગયો
ત્રણેય ભાઇ સારદીકા ગામે જતા હતા ત્યારે નાના જાદરા ગામ પાસે માવો લેવા રોડની સાઇડમાં ઉભા રહેલ બાદમાં ત્યાથી નીકળતા હતા તે સમયે રોંગ સાઇડમાં આવી રહેલ ટ્રકે અડફેતે લેતા બે ભાઇઓના કરૂણ મોત નિપજ્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો