Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયલા પાસેથી વિદેશી દારૂ સાથે જામનગરના 2 ઝબ્બે
સાયલા સર્કલ પાસે નાઇટ પેટ્રોલીંગમાં પોલીસે વાહન ચેકીંગ શરૂ કરતા સ્વીફટ કારના પાછળના ભાગે વિદેશી દારૂની પેટીઓ મળી હતી. સાયલા પોલીસે તમામ મુદામાલની તપાસ હાથ ધરતા રૂ. 25200ની કિંમતની 84 બોટલો મળી આવી હતી. પોલીસે બે મોબાઇલ, કાર સહિત 1,85,200ના મુદામાલ સાથે ગુનો દાખલ કર્યો હતો.
સાયલા નેશનલ હાઇવેથી વિદેશી દારૂ બે રોકટોક હેરફેર થતી હોવાથી સાયલા પોલીસે સતર્કતા અને પેટ્રોલીંગ દરમિયાન વાહન ચેકીંગ શરૂ કર્યુ હતુ. જેમાં પીએસઆઇ આર.જે.ગોહિલ, યોગેશભાઇ પટેલ, જલાભાઇ, લખમણભાઇ, સુખદેવભાઇ નારસંગભાઇ સહિત પોલીસ કમીઓને સર્કલ પાસે પુર ઝડપે આવતી સ્વીફટ કારની તપાસ હાથ ધરતા કાર ચાલકનું નામ પૂછતા જામનગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને બાજુમાં બેઠેલા રવિરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમાર હોવાનું જણાવ્યું હતુ. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા કારની પાછળ સીટ અને ડેકીમાં વિદેશી દારૂની 7 પેટીઓમાં રૂ. 25200ની કિંમતની કુલ 84 બોટલ કિ.25200ની મળી આવી હતી. પોલીસે કાર, બે મોબાઇલ સહિત રૂ.1,85,200ના મુદામાલ સાથે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
7 પેટીમાંથી કુલ 84 બોટલ ઝડપાઇ
1,85,200ના મુદામાલ જપ્ત