સ્થાનિક સોર્સ ડૂકી જતાં 18 હજાર લોકોને પીવાનું પાણી નથી મળતંુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમા પીવાના પાણીની કારમી સમસ્યા છે. સ્થાનિક સોર્સ ડૂકી ગયા છે ત્યારે નર્મદાનુ પાણી પાંચથી છ દિવસે મળે છે. મહિલાઓની સાથે પુરૂષો, વિકલાંગો અને છાત્રોને પણ પાણી માટે દોડધામ કરવી પડે છે.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા હાલમા પીવાના પાણીની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. ગત ચોમાસામા પડેલા અપુરતા વરસાદના કારણે ભુતળના પાણી ખુટી રહ્યાં છે. અનેક ગામોમા બોર, કુવા અને ડંકીઓ ડૂકી ગયા છે. સાવરકુંડલા તાલુકાના 18 હજારની વસતિ ધરાવતા વિજપડી ગામમા પણ સ્થાનિક સોર્સ ડૂકી ગયા છે. અહી બોરમા પાણી ખુટી જતા લોકોને પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. નર્મદા યોજનાનુ પાણી સમયસર આવતુ નથી. નર્મદા પાઇપ લાઇન યોજનામા માંડ પાંચથી છ દિવસે પાણી આવે છે અને તે પણ અપુરતુ પાણી આવે છે. જેના કારણે મહિલાઓને એક એક બેડા પાણી માટે આમથી તેમ ભટકવુ પડે છે. ઘરના પુરૂષો પણ મહિલાઓને મદદ કરવા માટે પાણી માટે આમથી તેમ હડીયાપાટી કરે છે. વિકલાંગો અને નાના છાત્રો પણ પરિવારને મદદ કરવા પાણી માટે હડીયાપાટી કરતા નજરે પડે છે. તંત્ર દ્વારા અહી પીવાના પાણીની અન્ય કોઇ વ્યવસ્થા ઉભી કરાઇ નથી. ગામ લોકો દ્વારા વારંવાર રજુઆત કરવા છતા મહિ યોજનાનુ પાણી પુરતા પ્રમાણમા મળતુ નથી જેથી લોકોમા રોષ છે.

બેડા યુદ્ધ રોજનંુ દ્રશ્ય થયંુ
અહી મહિલાઓની સાથે સાથે પુરૂષો પણ બેડા લઇ બજારમા પાણી માટે નીકળ્યા હોય તેવુ દ્રશ્ય સામાન્ય થયુ છે. બજારમા એક બેડા પાણી માટે મહિલાઓ વચ્ચેની તકરારની ઘટના પણ વધી રહી છે. તસવીર-સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...