તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભોયકા ગામમાં વીજશોકથી 17 વર્ષીય યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી તાલુકાના ભોયકા ગામે ચોમાસામાં પાણી પડતું હોવાથી નળીયાનું રિપરીંગ કામ કરવા છાપરે ચઢેલો યુવક સર્વિસ વાયરની અડકી જતાં તેનું કરંટથી મોત થયું હતું.

લીંબડી તાલુકાના ભોયકામાં રહેતા પરિવારના ઘરે ચોમાસુ વાતાવરણ હોઇ ઘરના નળીયામાં ચૂવા પડતા 17 વર્ષીય દીલીપ રેવાભાઇ ચૌહાણ છાપરામાં ચડયો હતો. શુક્રવારે બપોરના સમયે છાપરા પર નળીયા સરખા કરતા સમયે અચાનક સર્વીસ વાયરને અડી જતા વીજ શોક લાગતા દીલીપ નીચે પટકાયો હતો. અને વીજ શોકના કારણે મોત થયુ હતુ. મૃતક ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઇ હોવાથી પરિવારમાં આક્રંદ છવાયુ હતુ. આ બનાવની પાણશીણા પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...